DDCAની ક્રિકેટ કમિટીમાંથી વીરેન્દ્ર સહેવાગે આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ
માનવામાં આવી રહ્યું છે કે કેપ્ટન ગૌતમ ગંભીર પ્રભાકરની નિમણૂંકની વિરુદ્ધ હતા, કારણ કે તેમનું નામ વર્ષ 2000ના મેચ ફિક્સિંગ પ્રકરણમાં આવ્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગનું કહેવું છે કે તેમણે દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA)ના સર્વશ્રેષ્ઠ હિતોને ધ્યાનમાં રાખતા સંસ્થાની ક્રિકેટ સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. સહેવાગ સિવાય સમિતિના અન્ય સભ્યો આકાશ ચોપડા અને રાહુલ સંઘવીએ બોલિંગ કોચના રૂપમાં મનોજ પ્રભાકરને યથાવત રાખવાની ભલામણ કરી હતી. પરંતુ તેને મંજૂરી ન મળી. હજુ સુધી ખાતરી થઈ શકી નથી કે શું સહેવાગના રાજીનામાંનું કારણ આ છે. પરંતુ ડીડીસીએના સૂત્રો અનુસાર આ ત્રણેયના રાજીનામાંનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે કારણ કે રાજ્ય સંસ્થાએ આગામી બે દિવસમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશો અનુસાર નવું બંધારણ સોંપવાનું છે ત્યારબાદ નવી સમિતિની રચનાની જરૂર હશે.
સહેવાગને જ્યારે પૂછવામાં આવ્યું કે શું પ્રભાકરની નિમણૂંક ન થવાને કારણે તેમણે રાજીનામું આપ્યું તો પૂર્વ ઓપનિંગ બેટ્સમેને કહ્યું, અમે બધા એક સાથે આવ્યા અને પોતાના સમય અને પ્રયાસ કર્યો જેથી ક્રિકેટ સમિતિના રૂપમાં પોતાની ભૂમિકાની અંદર રહીને દિલ્હી ક્રિકેટના સુધારમાં મદદ અને યોગદાન આપી શકીએ.
તેમણે કહ્યું, પરંતુ દિલ્હી ક્રિકેટના સર્વશ્રેષ્ઠ હિતમાં અમે તમને જણાવીએ છીએ કે, અમે ત્રણેય પોતાના દૈનિક જીવનના વ્યસ્ત કાર્યક્રમને કારણે ડીડીસીએની ક્રિકેટ સમિતિના કામને આગળ જાળવી રાખીશું નહીં.
માનવામાં આવી રહ્યું છે કે, કેપ્ટન ગૌતમ ગંભીર પ્રભાકરની નિમણૂંકની વિરોધમાં હતો કારણ કે તેનું નામ વર્ષ 2000ના મેચ ફિક્સિંગ પ્રકરણમાં આવ્યું હતું. ડીડીસીએના એક અધિકારીએ નામ ન જાહેર કરવાની શરત પર જણાવ્યું, ગૌતમ હંમેશા તે સિદ્ધાંત પર ચાલ્યો છે કે, તે દિલ્હીના ડ્રેસિંગ રૂપમાં તેવી કોઈ વ્યક્તિ નથી ઈચ્છતો જે મેચ ફિક્સિંગ કે અન્ય કોઈ ખોટા કામ સાથે જોડાયેલી હોય.
તેમણે કહ્યું, પરંતુ તે કહેવું ખોટું છે કે સહેવાગ અને ગંભીર વચ્ચે આ મુદ્દાને લઈને મતભેદ હતા. કારણ કે કેપ્ટન પેનલનો વિશેષ આમંત્રિત સભ્ય હતો. અધિકારીએ કહ્યું, નવા બંધારણનો સ્વીકાર કર્યા બાદ સહેવાગ હિતોના ટકરાવ નિયમ હેઠળ આવી જાય છે કારણ કે તે ડીડીસીએ અધ્યક્ષની ચેનલમાં નિષ્ણાંત છે. આ રીતે સિંઘવી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલો છે. તેથી તેમને ખ્યાલ હતો કે હવે જવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે