હેપી બર્થ-ડે : આ હિરોઇને તાત્કાલિક કર્યા હતા ઘડિયા લગ્ન, પતિ 'ગે' હોવાના હતા ચાન્સ !
આ હિરોઇન બોલિવૂડમાં ફ્લોપ થઈ ગઈ હોવા છતાં સુપરસ્માર્ટ ગણાય છે
Trending Photos
મુંબઈ : રાઇટર, પ્રોડ્યુસર અને ભૂતપૂર્વ એક્ટ્રેસ ટ્વિન્કલ ખન્નાનો 29 ડિસેમ્બરે 44મો જન્મદિવસ છે. ટ્વિન્કલ અને અક્ષયકુમારની લવસ્ટોરી ખાસ છે. આજે ટ્વિન્કલના જન્મદિવસે જાણીએ તેની ખાસ લવસ્ટોરીની કેટલીક અજાણી વાતો. ટ્વિન્કલ અને અક્ષયના લગ્ન 2001માં થયા હતા અને તેમને બે બાળકો દીકરો આરવ અને દીકરી નિતારા છે.
અક્ષય અને ટ્વિન્કલની પહેલી મુલાકાત મુંબઈમાં ફિલ્મફેર મેગેઝિનના શૂટિંગ દરમિયાન થઈ હતી અને એ વખતે અક્કી ફિદા થઈ ગયો હતો. અક્ષયકુમારે એક ઇન્ટરવ્યૂમાં આ વાત સ્વીકારી પણ છે. આ મેગેઝિન શૂટ પછી અક્ષય અને ટ્વિન્કલની ફિલ્મ ‘ઇન્ટરનેશનલ ખેલાડી’નું શૂટિંગ શરૂ થઈ ગયું હતું.
આ જોડીના લગ્ન 2001માં થયા હતા. એક ઇવેન્ટમાં ટ્વિન્કલે માહિતી આપી હતી કે તેની અને અક્કીની બે વાર સગાઈ થઈ હતી અને પહેલીવાર કોઈ કારણોસર તુટી ગઈ હતી. ટ્વિન્કલે આખરે અક્ષય સાથે ઘડિયા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો જેના પગલે 7 જાન્યુઆરી, 2001ના દિવસે માત્ર 50 લોકોની હાજરીમાં 2 કલાકમાં તેમના લગ્ન થઈ ગયા હતા.
અક્ષય અને ટ્વિન્કલના લગ્નને પરિવારજનોએ સહેલાઈથી મંજૂરી નહોતી આપી. ટ્વિન્કલની માતા ડિમ્પલને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે આ લગ્નને માનવાનો ઇનકાર કરી દીધો હતો. ટ્વિન્કલે એક કાર્યક્રમમાં ખુલાસો કર્યો છે કે હકીકતમાં ડિમ્પલને એવી શંકા હતી કે અક્ષયકુમાર ગે છે. ડિમ્પલને આ માહિતી તેની એક જર્નાલિસ્ટ મિત્રએ આપી હતી. ડિમ્પલના વિરોધ પાછળ એક કારણ આ પણ હતું. ડિમ્પલ આખરે જ્યારે અક્ષયને મળી ત્યારે માંડમાંડ લગ્નને માનવા તૈયાર થઈ છે. ટ્વિન્કલે પોતાની કરિયરમાં માત્ર 14 ફિલ્મોમાં કામ કર્યું છે. તે એક્ટ્રેસ તરીકે સરેરાશ સાબિત થઈ પણ હવે તે બેસ્ટસેલર રાઇટર અને ઇન્ટિરિયર ડિઝાઇનર પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે