કઈ રીતે B'day girl મોનિકા ફસાઈ હતી ડોન અબુ સાલેમની પ્રેમજાળમાં ! વિગતો જાણવા કરો ક્લિક...
મોનિકા બેદીએ ટીવી પર નેગેટિવ રોલથી કમબેક કર્યું હતું
Trending Photos
મુંબઈ : બોલિવૂડ સ્ટાર્સ અને અંડરવર્લ્ડની મિત્રતા કોઈ નવી વાત નથી. બોલિવૂડની અનેક હિરોઇનો અંડરવર્લ્ડ ડોનના ચક્કરમાં પડીને પોતાની કરિયર બર્બાદ કરી ચૂકી છે. આવી જ એક હિરોઇન છે મોનિકા બેદી. મોનિકા અને ડોન અબુ સાલેમના સંબંધો વર્ષો સુધી ન્યૂઝપેપરની હેડલાઇન બની ચૂક્યા છે. 18 જાન્યુઆરી, 1975ના દિવસે જન્મેલી મોનિકાનો આજે જન્મદિવસ છે ત્યારે ચાલો જાણીએ તેમના જીવનની કેટલીક અજાણી વાતો.
મોનિકા પોતાની ફિલ્મો અને એક્ટિંગ કરતા વધારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના જમણા હાથ કહેવાતા અબુ સાલેમ સાથેના પ્રેમસંબંધોને કારણે ચર્ચામાં છે. મોનિકા અને અબુ સાલેમની લવસ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરી જેવી જ છે. એક ઇન્ટરવ્યૂમાં પોતાની લવસ્ટોરી વિશે વાત કરતા મોનિકા બેદીએ કહ્યું હતું કે ''એક દિવસ મને દુબઈથી એક ડાન્સ પર્ફોમન્સ માટે આમંત્રણ આપતો ફોન આવ્યો હતો. થોડા દિવસ પછી ફોર્માલિટી માટે બીજીવાર ફોન આવ્યો. એ સમયે તેણે મને ખોટું નામ કહ્યું હતું. મને ખબર નહોતી કે હું અબુ સાલેમે સાથે વાતચીત કરી રહી છું. ધીરેધીરે અમારી ફોન પર મિત્રતા વધવા લાગી. હું આ દુબઈથી ફોન કરનાર વ્યક્તિને જોયા વગર જ પસંદ કરવા લાગી. હું આખરે તેના પ્રેમમાં પડી ગઈ.''
ફિલ્મી કરિયરની વાત કરીએ તો મોનિકાએ 1995માં તેલુગુ ફિલ્મ 'તાજ મહલ'થી એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો હતો પણ અબુ સાલેમ સાથે મિત્રતા થઈ ત્યાં સુધી તેની પાસે કોઈ હિટ ફિલ્મ નહોતી. મોનિકા સાથે અબુ સાલેમના પ્રેમપ્રકરણ પછી મોનિકાને મોટી ફિલ્મોમાં કામ કરવાની તક મળી. આ સિવાય મોનિકાએ 'સરસ્વતી ચંદ્ર' નામની ટીવી સિરિયલમાં નેગેટિવ રોલ કરીને એક્ટિંગની બીજી ઇનિંગની શરૂઆત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે