B'day SPL : 12 વર્ષથી અનુરાધા પૌડવાલે શું કામ છોડી દીધું છે સિંગિંગ? થયો મોટો ખુલાસો 

એક શ્લોકના કારણે સિંગર અનુરાધા પૌડવાલને ભારે સફળતા મળી ગઈ છે 

B'day SPL : 12 વર્ષથી અનુરાધા પૌડવાલે શું કામ છોડી દીધું છે સિંગિંગ? થયો મોટો ખુલાસો 

નવી દિલ્હી : લોકપ્રિય સિંગર અનુરાધા પૌડવાલ આજે પોતાનો 64મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. 27 ઓક્ટોબર, 1954ના દિવસે જન્મેલી અનુરાધાએ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સ્ટારર 'અભિમાન'થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ફિલ્મી ગીતો સિવાય ભક્તિ ગીતો ગાવામાં પોતાની ઓળખ બનાવ છે. અનુરાધાએ છેલ્લે 2006માં આવેલી 'જાને હોગા ક્યા'માં ગીતો ગાયા હતા પણ તેમણે છેલ્લા 12 વર્ષથી ફિલ્મો માટે ગીત નથી ગાયા. 

અનુરાધાના પતિ અરૂણ પૌડવાલ મશહુર સંગીતકાર એસ.ડી. બર્મનના અસિસ્ટન્ટ હતા અને મ્યુઝિક કમ્પોઝર પણ હતા. તેઓ 1973 'અભિમાન'માં એસ.ડી. બર્મનના અસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા ત્યારે તેમના આગ્રહથી અનુરાધાના અવાજમાં એક શ્લોક રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને પછી એને ફિલ્મમાં વાપરવામાં આવ્યો હતો. 

અનુરાધાનો અવાજ લોકોને એટલો પસંદ પડ્યો હતો કે તેમને કલ્યાણજી-આનંદજી, લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને નદીમ-શ્રવણ જેવા સંગીતકારોના સંગીતમાં ગાવાની તક મળી. આ પછી અનુરાધાએ અનેક હિટ ગીતો ગાયા છે. નેવુંના દાયકામાં અનુરાધાની કરિયર ટોચ પર હતી એ સમયે તેમના પતિ અરૂણનું એક અકસ્માતમાં અવસાન થઈ ગયું હતું. પતિના અવસાન પછી અનુરાધાએ ટી-સિરિઝના માલિક ગુલશનકુમારે માટે કામ કરવાનું શરૂ કરી દીધું. એક તબક્કે અનુરાધા અને ગુલશનકુમારની રિલેશનશીપની ભારે ચર્ચા થઈ હતી પણ તેમણે ક્યારેય આ વાત જાહેરમાં સ્વીકારી નહોતી. 

એક તબક્કે અનુરાધાએ જાહેરાત કરી હતી કે તેઓ માત્ર ટી-સિરિઝ માટે જ ગીતો ગાશે અને માત્ર ભક્તિગીત જ ગાવા લાગ્યા હતા. આ દરમિયાન ગુલશનકુમારની હત્યા થઈ ગઈ અને અનુરાધાએ માત્ર ભક્તિગીતો પર જ ફોક્સ કરી દીધું હતું. એક ઇન્ટરવ્યૂમાં અનુરાધાએ જણાવ્યું હતું કે 'હાલમાં મ્યુઝિક ઓરિએન્ટેડ ફિલ્મો ન બનતી હોવાના કારણે મેં પ્લેબેક સિંગિંગ છોડી દીધું છે. મને ભક્તિગીતો ગાવામાં જ આનંદ મળે છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news