'કુછ કુછ હોતા હૈ'નો નાનકડો સરદાર યાદ છે? વર્ષો પછી અચાનક આવી ગયો ચર્ચામાં

'તુસી જા રહે હો, તુસી ના જાઓ..' આ ડાઈલોગ 'કુછ કુછ હોતા હૈ' ફિલ્મનો ખુબ ફેમસ ડાઈલોગ બની ગયો હતો. જે ફિલ્મમાં પરઝાનના અવાજમાં હતો. તેણે 'હમતુમ' ફિલ્મમાં પણ પોતાનો અવાજ આપ્યો હતો. 

'કુછ કુછ હોતા હૈ'નો નાનકડો સરદાર યાદ છે? વર્ષો પછી અચાનક આવી ગયો ચર્ચામાં

મુંબઈ: વર્ષો પહેલા શાહરૂખ ખાન (Shahrukh Khan)  અને કાજોલ (Kajol) ની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' (Kuch Kuch Hota Hai)  આવી હતી. ફિલ્મ સુપરહિટ થઈ હતી અને તેમાં એક નાનકડો સરદાર બનેલો બાળકલાકાર તે વખતે ખુબ છવાઈ ગયો હતો. એ નાનકડા સરદારની ભૂમિકા ભજવનાર કલાકારનું નામ છે પરઝાન દસ્તુર. પરઝાન વિશે મોટા સમાચાર આવ્યા છે. પરઝાન આગામી વર્ષે ફેબ્રુઆરીમાં તેની ગર્લફ્રેન્ડ ડેલ્ના શ્રોફ સાથે સાત ફેરા લેવાનો છે. 15 ઓક્ટોબરે પરઝાને ઈન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક  પિક્ચર શેર કરીને ડેલ્નાને પ્રપોઝ કર્યું અને ડેલ્નાએ હા પાડી. 

'તુસી જા રહે હો, તુસી ના જાઓ..' આ ડાઈલોગ 'કુછ કુછ હોતા હૈ' ફિલ્મનો ખુબ ફેમસ ડાઈલોગ બની ગયો હતો. જે ફિલ્મમાં પરઝાનના અવાજમાં હતો. તેણે 'હમતુમ' ફિલ્મમાં પણ પોતાનો અવાજ આપ્યો હતો. 

A post shared by P A R Z A A N D A S T U R (@parzaan.dastur) on

પરઝાને પિયૂષ ઝાની 2009માં આવેલી ફિલ્મ સિકંદરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એક એવો છોકરો કે જેને એક ફૂટબોલર બનવું હતું પરંતુ હાથમાં ગન આવી ગઈ. ત્યારબાદ તેના જીવનમાં  અનેક ઉતાર ચઢાવ આવ્યા. તેણે પોતાના પાર્ટનર નીતેશરંગલાણી ( ફિલ્મના ડાઈરેક્ટર) સાથે મળીને પોકેટ મમ્મી નામની એક શોર્ટ ફિલ્મ પણ  પ્રોડ્યુસ કરી હતી. પરઝાને અભિનેત્રી મધુની મહત્વની ભૂમિકાવાળી એક ફિલ્મમાં લેખન કાર્ય પણ કર્યું હતું. 

એક ઈન્ટરવ્યુમાં પરઝાને શાહરૂખ ખાન સાથે ફરીથી કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે એક બાળકલાકાર તરીકે શાહરૂખ ખાન સાથે કામ કરવાનો અનુભવ એકદમ ફેન્ટાસ્ટિક હતો. તે ભવિષ્યમાં પણ તેમની સાથે કામ કરવા મળે તેવી આશા રાખે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news