પીધી એક ચા અને કોફી તો હોટેલે આપ્યું 78,650 રૂપિયાનું બિલ !
કોમેડીયન કિકુ શારદાએ સોશિયલ મીડિયા પર પોતાની ટ્રીપનું બિલ શેયર કર્યું છે
Trending Photos
નવી દિલ્હી : હાલમાં બોલિવૂડ સ્ટાર્સથી માંડીને ટીવી કલાકારો રજાઓ ગાળી રહ્યા છે. આ સ્ટાર્સમાં માલદિવ, મોરિશિયસ, ઇન્ડોનેશિયા અને બાલી ફેવરિટ છે. કપિલ શર્માના શોથી લોકપ્રિય થયેલો કોમેડિયન કિકુ શારદા હાલમાં પોતાના પરિવાર સાથે રજાઓ ગાળીને પરત ફર્યો છે. જોકે બાલીનું આ વેકેશન કિકુને મોંઘીદાટ ચા અને કોફીને કારણે હંમેશા યાદ રહી જશે.
કિકુએ પોતાની આ ટ્રીપનું એક બિલ સોશિયલ મીડિયામાં શેયર કર્યું છે. બિલ પ્રમાણે એક કપ ચા અને કોફીનું બિલ 78,650 ઇન્ડોનેશિયન રૂપિયા આવ્યું છે. જોકે કિકુને આ વાતથી કોઈ સમસ્યા નથી કારણે ભારતીય કરન્સીમાં ગણીએ તો આ બિલ માત્ર 400 રૂપિયા છે.
My bill for 1 cappuccino and 1 tea is 78,650/- ,,,,,,, but I am not complaining 😜 as I am in Bali , Indonesia and this amount in their currency converts to ₹ 400/- in Indian currency #mehengaayee pic.twitter.com/rB6U6YgVnN
— kiku sharda (@kikusharda) September 3, 2019
થોડા સમય પહેલાં રાહુલ બોઝ સાથે આવી જ ઘટના બની હતી. રાહુલે પોસ્ટ કરેલા આ વિડીયોમાં જણાવ્યું હતું છે કે આ વિડીયોને હું ચંદીગઢમાં શૂટ કરી રહ્યો છું. અહીં જિમમાં કસરત કર્યા બાદ મેં બે કેળાંનો ઓર્ડર આપ્યો. હવે તમે આ બે કેળાંનું બિલ જુઓ. વીડિયોમાં જે બિલ બતાવવામાં આવ્યું છે તે 442 રૂપિયાનું હતું, જે ખરેખર હેરાન કરી મૂકે એવું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે