Katrina Kaif Video: ફરી શરુ થઈ કૈટરીના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ, આ વીડિયો જોઈ તમે જ નક્કી કરો શું સાચું ?

Katrina Kaif Video: આ વીડિયોમાં લોકોને કંઈ એવું દેખાયું કે જેના કારણે ફરી એકવાર કૈટરીના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આ વીડિયોમાં કૈટરીના કૈફ ઓવરસાઈઝ કોટમાં જોવા મળે છે. આ ડ્રેસમાં કૈટરીના પ્રેગ્નન્ટ હોય તેવું લાગે છે જેના કારણે ચર્ચાઓ શરુ થઈ ગઈ છે

Katrina Kaif Video: ફરી શરુ થઈ કૈટરીના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ, આ વીડિયો જોઈ તમે જ નક્કી કરો શું સાચું ?

Katrina Kaif Video: કૈટરીના કૈફ અને વિક્કી કૌશલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે લંડનનો છે. આ વીડિયોમાં વિક્કી કૌશલ કૈટરીના કૈફનો હાથ પકડી રસ્તા પર વોક કરતો જોવા મળે છે. 

જો કે આ વીડિયોમાં લોકોને કંઈ એવું દેખાયું કે જેના કારણે ફરી એકવાર કૈટરીના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આ વીડિયોમાં કૈટરીના કૈફ ઓવરસાઈઝ કોટમાં જોવા મળે છે. આ ડ્રેસમાં કૈટરીના પ્રેગ્નન્ટ હોય તેવું લાગે છે જેના કારણે ચર્ચાઓ શરુ થઈ ગઈ છે કે વિક્કી કૌશલના ઘરે નાનું મહેમાન આવશે. આ વાયરલ વીડિયોના કમેંટ સેક્શનમાં પ્રેગ્નન્સીને લઈને વાતો થવા લાગી છે. 

કૈટરીના કેફ અને વિક્કી કૌશલ આ વીડિયોમાં આરામથી એકબીજાનો હાથ પકડી લંડનના રસ્તા પર ફરતા જોવા મળે છે. કૈટરીનાએ બ્લેક કલરનો ઓવરસાઈઝ કોટ પહેર્યો છે જ્યારે વિક્કી કૌશલે બ્લુ ટી શર્ટ પહેર્યું છે. 

વીડિયોમાં લોકોના ધ્યાનમાં એ પણ આવ્યું કે જે કોટ અભિનેત્રીએ પહેર્યો છે તે આગળની તરફ વધારે દેખાય છે. સાથે જ વિક્કી કૌશલ સતત કૈટરીનાનો હાથ પકડીને ચાલે છે... આ વાતોને નોટિસ કરનાર લોકોએ કોમેન્ટ કરવાનું શરુ કર્યું છે કે કૈટરીના પ્રેગ્નન્ટ છે એટલે વિક્કી કૌશલ ધ્યાન રાખી રહ્યો છે. 

આ ચર્ચાઓ શરુ થવાનું બીજું કારણ એ પણ છે કે છેલ્લા ઘણા સમયથી કૈટરીના કૈફ કોઈપણ જાહેર ફંકશનમાં દેખાતી નથી. એટલું જ નહીં વિક્કી કૌશલના બર્થડે સેલિબ્રેશનના ફોટોમાં પણ તે પોતે ન હતી. છેલ્લે તે જાન્યુઆરી મહિનામાં જાહેરમાં જોવા મળી હતી. ત્યારબાદ હાલ સુધીમાં તેની કોઈ લેટેસ્ટ ફોટો પણ શેર થઈ નથી. જેના કારણે કૈટરીના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ શરુ થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news