Video : ઇરફાન ખાનની 'કારવાં'નું Trailer રિલીઝ, દિલ જીતી લેશે અંદાજ

આ ટ્રેલરમાં ઇરફાન સાથે દુલકર સલમાન અને મિથિલા પાલ્કર જોવા મળી રહ્યા છે 

Video : ઇરફાન ખાનની 'કારવાં'નું Trailer રિલીઝ, દિલ જીતી લેશે અંદાજ

નવી દિલ્હી : ઇરફાન ખાન જ્યારે પણ પડદા પર આવે છે ત્યારે કંઈક અલગ લઈને આવે છે. એ પછી 'હિંદી મીડિયમ' જેવી ગંભીર મુદ્દાને હળવાશથી ઉઠાવતી ફિલ્મ હોય કે પછી 'કરીબ-કરીબ સિંગલ' જેવી ફિલ્મ હોય. ઇરફાન પોતાની દરેક ફિલ્મમાં પડદા પર છવાઈ જાય છે. હાલમાં ઇરફાન રિયલ લાઇફમાં ન્યૂરો એન્ડોક્રાઇન કેન્સર જેવી બીમારી સામે લડી રહ્યો છે ત્યારે તેની લેટેસ્ટ ફિલ્મ 'કારવાં'નું ટ્રેલર સામે આવ્યું છે. આ ટ્રેલર અત્યંત રસપ્રદ લાગે છે. 

'કારવાં'ના ટ્રેલરમાં ઇરફાન સાથે દુલકર સલમાન અને મિથિલા પાલ્કર જોવા મળી રહ્યા છે. આ વાર્તા અવિનાશ (દુલકર સલમાન), શૌકત (ઇરફાન ખાન) અને તાન્યા (મિથિલા પાલ્કર)ની છે. આ ત્રણેય એકસાથે પ્રવા્સ કરી રહ્યા છે. જોકે આ કોઈ રોડ ટ્ર્રીપ કે પિકનીક નથી. ટ્રેલરના પહેલા જ સિનથી ખબર પડી જાય છે કે અવિનાશના પિતાનું એક રોડ એક્સિડન્ટમાં અવસાન થઈ જાય છે જેનો મૃતદેહ લેવા તે કરિયર પાસે જાય છે. જોકે આ બોડી કોઈ બીજાની નીકળે છે. ફિલ્મનું ટ્રેલર બહુ રસપ્રદ છે. 

આ ફિલ્મમાં જોવા મળતી મિથિલા પાલ્કર આ પહેલાં અનેક વેબ સિરિઝમાં દેખાઈ ચૂકી છે. 'કારવાં'ના ડિરેક્ટર છે અકર્ષ ખુરાના અને પ્રોડ્યુસર છે રોની સ્ક્રુવાલા. આ ફિલ્મ 3 ઓગસ્ટના દિવસે રિલીઝ થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news