સૈફુદ્દીનને કેન્દ્રીય મંત્રીનો જડબાતોડ જવાબ, કહ્યું- 'કાશ્મીર મુદ્દો જો નહેરુએ સરદાર પટેલને સોંપ્યો હોત તો...'

જમ્મુ અને કાશ્મીરમાં સરદાર પટેલની ભૂમિકા પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૈફુદ્દીન સોજના નિવેદન પર કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પલટવાર કર્યો છે.

સૈફુદ્દીનને કેન્દ્રીય મંત્રીનો જડબાતોડ જવાબ, કહ્યું- 'કાશ્મીર મુદ્દો જો નહેરુએ સરદાર પટેલને સોંપ્યો હોત તો...'

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં સરદાર પટેલની ભૂમિકા પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૈફુદ્દીન સોજના નિવેદન પર કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પલટવાર કર્યો છે. જિતેન્દ્ર સિંહે કહ્યું કે સૈફુદ્દીન જે ઈતિહાસની વાત કરી રહ્યાં છે તે તથ્યોથી વિપરીત છે. તેમણે કહ્યું કે હકીકત એ છે કે સરદાર પટેલ ભલે ગૃહ મંત્રી હતાં પરંતુ તેમને જમ્મુ અને કાશ્મીરના મામલાથી દૂર રાખવામાં આવ્યાં હતાં.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા જિતેન્દ્ર સિંહે કહ્યું કે જો વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ગૃહમંત્રી પટેલને જમ્મુ અને કાશ્મીરને સ્વતંત્ર રીતે આ મુદ્દે સંભાળવાની મંજૂરી આપી હોત તો મને વિશ્વાસ છે કે ભારતીય ઉપ મહાદ્વીપનો ઈતિહાસ કઈંક અલગ જ હોત.

— ANI (@ANI) June 27, 2018

શું કહ્યું હતું સૈફુદ્દીને?
જિતેન્દ્રસિંહનું નિવેદન સૈફુદ્દીન સોજના નિવેદન બાદ આવેલી પ્રતિક્રિયા છે. જેમાં સૈફુદ્દીને કહ્યું હતું કે સરદાર પટેલ વ્યવ્હારિક હતાં અને કાશ્મીર અંગે લિયાકત અલી ખાન (ત્યારના પાક વડાપ્રધાન)ને રજુઆત કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલા હંમેશાથી ઈચ્છતા હતાં કે કાશ્મીરનો વિલય પાકિસ્તાનમાં થાય પરંતુ જવાહરલાલ નહેરુ તેમ ઈચ્છતા નહતાં. દેશનવા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુના કારણે જ જમ્મુ અને કાશ્મીર ભારત પાસે છે. પોતાના પુસ્તકના લોન્ચિંગ અવસરે સૈફૂદ્દીન સોજે કહ્યું હતું કે સરદાર પટેલ કાશ્મીરને પાકિસ્તાનને આપી દેવાના પક્ષમાં હતાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news