કરણ જોહર મેલબોર્નમાં ત્રિરંગો ફરકાવશે, સ્વતંત્રતા દિવસ પર વિદેશમાં કરશે મોટું કામ!

તે ઓગસ્ટમાં યોજાનારા ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નમાં ભાગ લેવાની તમામ તૈયારી પૂરી કરી ચુક્યો છે. 

કરણ જોહર મેલબોર્નમાં ત્રિરંગો ફરકાવશે, સ્વતંત્રતા દિવસ પર વિદેશમાં કરશે મોટું કામ!

નવી દિલ્હીઃ ભારતીય સિનેમાના જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જોહર આ વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર મેલબોર્નમાં ભારતીય તિરંગો ફરકાવશે. તે ઓગસ્ટમાં યોજાનારા ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નમાં ભાગ લેવા માટે પૂરી તૈયારી કરી ચુક્યો છે. 

ધ ફેડરેશન સ્ક્વેયર જેની વસ્તીમાં ભારતીયોની સંખ્યા ઘણી વધુ છે અને આ કારણ છે કે મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરવા માટે ભારતીય ફિલ્મો અને ભારતીય કલાકાર આ ફેસ્ટિવલમાં દર વર્ષે હાજરી આપે છે. 

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન જે દક્ષિણી ધ્રુવનો સૌથી મોટો ફિલ્મ ફેસ્ટિવલ થાય છે. ત્યાં પર ભારતીય તિરંગો ફરકાવવામાં આવે છે. તો આ વર્ષે કરણ જોહર સ્વતંત્રતા દિવસના અવસર પર તિરંગો ફરકાવશે. 

10 દિવસના આ ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં ભારતીયોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવશે. ઈન્ડિયન ઓસ્ટ્રેલિયન અને બાકી લોકો વચ્ચે 11 ઓગસ્ટે ઝંડો ફરકાવવામાં આવશે. 

તેના પર કરણ જોહરનું કહેવું છે, 'સ્વતંત્રતા દિવસને મેલબોર્ન જેવા સિટીમાં ઉજવવા માટે તે ઉત્સાહિત છે.' તેણે કહ્યું કે, તેના માટે આ સૌભાગ્યની વાત છે કે પોતાના દેશને રજૂ કરવાની તક મળી રહી છે અને સ્વતંત્રતા દિવસના અવસર પર તિરંગો ફરકાવવો ગર્વની વાત છે. 

મહત્વનું છે કે આ પહેલા ઋૃષિ કપૂરે મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં તિરંગો ફરકાવ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news