Kangana Ranaut ની ટ્વિટર પરથી કાયમ માટે થઈ છૂટ્ટી, જાણો શું છે મામલો
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત તમને હવે ટ્વિટર પર જોવા મળશે નહીં. કંગના હવે ટ્વિટર પરથી સંપૂર્ણ રીતે ગાયબ છે. જો તમે ટ્વિટર પર કંગનાને સર્ચ કરશો તો પણ તમને તેનું એકાઉન્ટ જોવા મળશે નહીં. વાત જાણે એમ છેકે કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું છે. ટ્વિટર તરફથી સ્પષ્ટતા કરાઈ છે કે કંગના રનૌતે ટ્વિટરના નિયમોનો ભંગ કર્યો છે.
કાયમ માટે સસ્પેન્ડ કરાયું એકાઉન્ટ
અમારી સહયોગી વેબસાઈટ WION સાથે વાત કરતા ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું કે 'અમે સ્પષ્ટ છીએ કે જેનાથી કોઈ પણ પ્રકારનું ઓફલાઈન નુકસાન થઈ શકે તેમ હોય તેવા દરેક વ્યવહાર પર અમે કાર્યવાહી કરીશું. કંગના રનૌતનું એકાઉન્ટ હંમેશા માટે એટલે કે કાયમ માટે સસ્પેન્ડ કરી દેવાયું છે. તેમના એકાઉન્ટથી સતત ટ્વિટરના નિયમોનો ભંગ થઈ રહ્યો હતો. ખાસ કરીને અમારી ધૃણિત આચરણ નીતિ અને અપમાનજનક વ્યવહાર નીતિનો વારંવાર ભંગ થઈ રહ્યો હતો. અમે નિષ્પક્ષ રીતે ટ્વિટરના તમામ નિયમોને બધા પર લાગુ કરીએ છીએ.'
કંગનાએ કરી હતી વિવાદિત ટ્વીટ
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કંગના રનૌતે કેટલીક વિવાદિત ટ્વીટ કરી હતી. જેને લઈને તેના પર કેસ પણ થયો છે. હવે તેને જોતા ટ્વિટરે પણ તેના પર કાર્યવાહી કરી છે. આ અગાઉ પણ કંપના પર કાર્યવાહી થઈ છે. તેના એકાઉન્ટને ટેમ્પરરી રીતે બંધ કરાયું હતું. તેની અનેક ટ્વિટ્સ પણ હટાવવામાં આવી હતી.
ટ્વીટમાં કરી હતી આ વાત
પશ્ચિમ બંગાળ ચૂંટણી બાદ કંગના રનૌતે પોતાની એક ટ્વીટમાં લખ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓ મોટી સંખ્યામાં છે. તેનાથી સ્પષ્ટપણે જોવા મળે છે કે હિન્દુ બહુમતમાં નથી. ડેટા મુજબ બંગાળી મુસ્લિમ ખુબ જ ગરીબ અને વંછિત છે. સારું છે બીજું કાશ્મીર બની રહ્યું છે. ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસા પછી કંગનાએ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાની માગણી કરી છે. તેને લઈને અભિનેત્રીએ એક વીડિયો પણ શેર કર્યો હતો.
કોલકાતા પોલીસે દાખલ કર્યો કેસ
આ ટ્વીટ્સ બાદ કોલકાતા પોલીસે કંગના રનૌત વિરુદ્ધ પશ્ચિમ બંગાળના લોકોની ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપમાં કેસ દાખલ કર્યો છે. એડવોકેટ સુમીત ચૌધરીએ ઈમેઈલના માધ્યમથી ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં અભિનેત્રીની 3 ટ્વીટ્સ પણ જોડવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે