Corona: આખરે IPL 2021 સસ્પેન્ડ, સતત ખેલાડીઓ થઈ રહ્યા હતા કોરોના પોઝિટિવ
કોરોના વાયરસના વધતા જોખમ વચ્ચે આઈપીએલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. છેલ્લા કેટલાક દિવસથી આઈપીએલની ટીમોમાં કોરોનાના કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ BCCI એ આ નિર્ણય લીધો છે. ટીમના ખેલાડીઓ અને સભ્યો સતત કોરોના પોઝિટિવ આવતા આ નિર્ણય લેવાયો.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઈન્ડિયન પ્રિમિયર લીગ 2021 ને રદ કરી દીધી છે. કોરોના વાયરસના વધતા કેસને પગલે આ નિર્ણય લેવાયો છે. આઈપીએલના અનેક ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ બોર્ડ તરફથી આ નિર્ણય લેવાયો છે. વધતા કેસને જોતા ભારતીય અને વિદેશી ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી હટવાનું વિચારી રહ્યા હતા.
સોમવારે પહેલા કોલકારા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે થનારી મેચને કોરોનાના કેસને પગલે ટાળવામાં આવી હતી. આ મેચ અમદાવાદમાં રમાનાર હતી પરંતુ કોલકાતાની ટીમના બે ખેલાડીઓ વરુણ ચક્રવર્તી અને ફાસ્ટ બોલર સંદીપ વોરિયર કોવિડ-19 પોઝિટિવ આવ્યા હતા.
આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલના સભ્યોના જણાવ્યાં મુજબ મંગળવારે અમિત મિશ્રા અને ઋદ્ધિમાન સાહા પણ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ આ નિર્ણય લેવાયો. બીસીસીઆઈના અનેક ખેલાડીઓ અને ફ્રેન્ચાઈઝીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.
IPL suspended for this season: Vice-President BCCI Rajeev Shukla to ANI#COVID19 pic.twitter.com/K6VBK0W0WA
— ANI (@ANI) May 4, 2021
ચેન્નાઈ સુપર કિંગ્સના ત્રણ સભ્ય કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા છે. તેમાં એક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કાશી વિશ્વાનાથન, લક્ષ્મીપતિ બાલાજી અને એક બસનો ક્લીનર સામેલ છે. તેવું માનવામાં આવી રહ્યું છે કે બાકી સભ્ય હાલ દિલ્હીમાં છે અને તે નેગેટિવ છે. રવિવારે થયેલા ટેસ્ટમાં આ વાત સામે આવી છે.
અનેક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પહેલા જ કોરોના વાયરસના વધતા કેસના પગલે પોતાના દેશ પાછા ફર્યા હતા. જેમાં એડમ જંપા, એ્ડ્રુ ટાય, અને કેન રિચર્ડસન સામેલ હતા. રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોને પણ બાયો બબલના થાકથી કંટાળીને ઈંગ્લેન્ડ પાછા ફરવાનું નક્કી કર્યું હતું. આ બધા વચ્ચે દિલ્હી કેપિટલ્સના સ્પીનર રવિચંદ્રન અશ્વિને પણ 25 એપ્રિલના રોજ આઈપીએલમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે