Kangana Ranaut એ ટ્વીટ કર્યો વીડિયો, કહ્યું- કિસાન આંદોલનને સપોર્ટ કરતા લોકોને જેલમાં ધકેલો

થોડા સમય પહેલાથી દેશના કિસાનો નવા કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન (Farmers Protest)  કરી રહ્યા છે. આજે પ્રજાસત્તાક દિવસે (Republic Day 2021) સરકાર વિરૂદ્ધ કિસાનોએ ટ્રેક્ટર માર્ચ યોજી, ત્યારબાદ કેટલીક જગ્યાઓ પર હિંસા-તોડફોડના સમાચાર સામે આવ્યા

Kangana Ranaut એ ટ્વીટ કર્યો વીડિયો, કહ્યું- કિસાન આંદોલનને સપોર્ટ કરતા લોકોને જેલમાં ધકેલો

નવી દિલ્હી: થોડા સમય પહેલાથી દેશના કિસાનો નવા કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન (Farmers Protest)  કરી રહ્યા છે. આજે પ્રજાસત્તાક દિવસે (Republic Day 2021) સરકાર વિરૂદ્ધ કિસાનોએ ટ્રેક્ટર માર્ચ યોજી, ત્યારબાદ કેટલીક જગ્યાઓ પર હિંસા-તોડફોડના સમાચાર સામે આવ્યા. આ ઘટના બાદ કંગના રનૌતે (Kangana Ranaut) આ હિંસાની કેટલીક તસવીરો શેર કરવાની સાથે પોતાને લઇ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

ફોટો શેર કરવાની સાથે કરી દિલની વાત
કંગના રનૌતે (Kangana Ranaut) એક કિસાનનો ફોટો શેર કરી પોતાનું દુ:ખ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું છે. જેમાં તેણે લખ્યું છે કે, તેને ખેડૂતો વિરૂદ્ધ બોલવાનું ભારે પડ્યું છે. કંગના રનૌત (Kangana Ranaut) આ આંદોલનનો શરૂઆતથી જ વિરોધ કરી રહી છે. જ્યારે આ આંદોલન હિંસક બન્યું, ત્યારે તેણે તેના વર્તણૂક વિશે સત્ય કહ્યું છે.

— Kangana Ranaut (@KanganaTeam) January 26, 2021

6 બ્રાન્ડ્સે તોડ્યો કરાર
કંગના રનૌતે (Kangana Ranaut) આ ખુલાસો કર્યો છે કે, ખેડૂતો વિરૂદ્ધ બોલવા પર તેના 6 બ્રાન્ડ સાથેના કરાર રદ થઈ ગયા છે. કંગનાએ તેના ટ્વીટમાં લખ્યું છે કે, મારી સાથે 6 બ્રાન્ડના કોન્ટ્રાક્ટ કેન્સલ કરવામાં આવ્યા અને કહ્યું મેં ખેડુતોને આતંકવાદી કહ્યા છે તેથી તેઓ મને બ્રાન્ડ એમ્બેસડર નહીં બનાવી શકે. આજે હું દરેક ઇન્ડિયનથી કહેવા માંગુ છું જેઓ આ હિંસાનું સમર્થન કરી રહ્યા છે. તેઓ પણ એક આતંકવાદી છે, તેમાં એન્ટી નેશનલ બ્રાન્ડ્સ પણ સામેલ છે.

પ્રિયંકા અને દિલજીત પર સાધ્યું નિશાન
ત્યારબાદ કંગના ચુપ રહી નહીં અને તેણે આંદોલનના સપોર્ટ કરતા સેલિબ્રિટીઝ પર નિશાન સાધ્યું છે. આ ઉપરાંત એક અન્ય ટ્વીટ પણ કર્યું જેમાં તેણે લખ્યું છે. તમારે આ વાત સમજવી પડશે પ્રિયંકા ચોપડા અને દિલજીત દોસાંઝ. આજે આખી દુનિયા આપણને જોઇને હસી રહી છે. તમે આ જ ઇચ્છતા હતા. અભિનંદન.

— Kangana Ranaut (@KanganaTeam) January 26, 2021

આ ઉપરાંત કંગનાએ ટ્વીટ કર્યું- અભણ મોહલ્લામાં કોઈના ઘરે લગ્ન અથવા કોઈ સારો તહેવાર આવે તો બળતરા કરનારા તાઉ/ કાકા/ કાકી કપડાં ધોવા અથવા બાળકોને આંગણામાં શૌચ કરાવતા હોય અથવા આંગણા વચ્ચે ખાટલો પાથરીને વચ્ચે દારૂ પીને સુઈ જાય, આ સ્થિતિ છે દેશમાં, શરમ કરો આજે. #RepublicDay

— Kangana Ranaut (@KanganaTeam) January 26, 2021

જો કે, ટ્વિટર પર એક વીડિયો શેર કરતા કંગનાએ કહ્યું કે, જે રીતે આજે પ્રજાસત્તાક દિવસ પર લાલ કિલ્લા પર હુમલો કરવામાં આવ્યો, ત્યાં ખાલિસ્તાનનો ધ્વજ લગાવવામાં આવ્યો. જે બહાદુરીથી આપણે કોરોનાનો સામનો કરી જીતી રહ્યા છીએ, આપણી જે વેક્સીન ડ્રાઈવ કરી રહ્યા છીએ, આપણે અન્ય બીજા દેશોનું પણ પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. એક સમય આજે આપણે આ દિવસની ઉજવણી કરી શકતા હતા. આપણા માટે એક વર્ષ મુશ્કેલી ભર્યું રહ્યું, પરંતુ તમે જોઇ શકો છો કે સમગ્ર દેશને હચમાવી મુક્યો છે આ લોકોએ જેઓ પોતાને કિસાન કહે છે આતંકી, આ લોકને જે પ્રોત્સાહન આપી રહ્યા છે અને હજુ પણ ખુલ્લેઆમ પ્રોત્સાહન કરી રહ્યા છે. આ જે તમાશો થઈ રહ્યો છે. દુનિયામાં આપણે મજાક બની ગયા છીએ. કંગના રનૌતે વીડિયોમાં વધુ કહ્યું કે, જે લોકો કિસાન આંદોલનને સપોર્ટ કરી રહ્યા છે તે તમામને જેલમાં ધકેલો.

15 ફેબ્રુઆરીના થશે સુનાવણી
તમને જણાવી દઇએ કે, તાજેતરમાં જ, કંગના રાનૌત વિરુદ્ધ મુંબઇ પોલીસની એફઆઈઆર રદ કરવાના કેસમાં, બોમ્બે હાઈકોર્ટમાં 25 જાન્યુઆરીએ સુનાવણી કરી હતી. કોર્ટે કંગનાને રાહત આપવાને બદલે આ કેસની આગામી સુનાવણી માટે 15 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news