'જે દિવસે ઠાકરે બ્રાન્ડનું પતન થશે, તે દિવસે મુંબઈનું પતન થવાનું શરૂ થઈ જશે'

સામનામાં લખવામાં આવ્યું છે કે મુંબઈને પાકિસ્તાન કહેનારી એક નટી (અભિનેત્રી)ની પાછળ કોણ છે? મહારાષ્ટ્રના ભૂમિપુત્રોએ એક થવું જોઈએ. 'ઠાકરે' મહારાષ્ટ્રના સ્વાભિમાનની એક બ્રાન્ડ છે. 

'જે દિવસે ઠાકરે બ્રાન્ડનું પતન થશે, તે દિવસે મુંબઈનું પતન થવાનું શરૂ થઈ જશે'

મુંબઈ: અભિનેત્રી કંગના રનૌત, સુશાંત સિંહ રાજપૂત કેસ સહિત અનેક મામલે વિરોધીઓના આકરા પ્રહારો ઝેલી રહેલી શિવસેનાએ એકવાર ફરીથી મરાઠાકાર્ડ ખેલ્યુ છે. શિવસેનાના મુખપત્ર સામનામાં કહેવાયું છે કે મુંબઈના મહત્વને ઓછું કરવાનો યોજનાબદ્ધ રીતે પ્રયત્ન થઈ રહ્યો છે. મુંબઈની સતત બદનામી આ ષડયંત્રનો હિસ્સો છે. 

સામના અખબારમાં લખવામાં આવ્યું છે કે મુંબઈને પાકિસ્તાન કહેનારી એક નટી (અભિનેત્રી)ની પાછળ કોણ છે? મહારાષ્ટ્રના ભૂમિપુત્રોએ એક થવું જોઈએ. એવો આ મુશ્કેલ સમય આવી ગયો છે. અખબારના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને ગ્રહણ લગાવવાનો પ્રયત્ન એકવાર ફરીથી શરૂ થઈ ગયો છે. આ ગ્રહણ 'બહારી' (આઉટસાઈડર્સ) લોકો લગાવી રહ્યાં છે. 

સામનામાં લખાયું છે કે દિલ્હી અથવા મહારાષ્ટ્રમાં સરકાર  કોઈ પણ હોય, કોઈ અજાણી શક્તિ આપણા મુંબઈના વિરોધમાં યોજનાબદ્ધ રીતે ષડયંત્ર કરતી રહી છે પરંતુ સંયુક્ત મહારાષ્ટ્ર માટે જેલના દરવાજા પર કતાર લગાવનારા 'વીર' આજે કુંઠિત થઈ ગયા કે શું?

મરાઠી અસ્મિતાને લલકારીને અખબારમાં લખવામાં આવ્યું છે કે આજે ફરીથી ભૂમિપુત્રોની તથા મરાઠી સ્વાભિમાનનું યોજનાબદ્ધ રીતે દમન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના લોહીથી મરાઠી કોશિકાઓને ખતમ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. સૂર્ય, ચંદ્ર જ્યાં સુધી રહેશે, મહારાષ્ટ્રને મુંબઈ નહીં મળે...એવા શબ્દોના ઉચ્ચારણ સાથે જ દાવાનળની જેમ ભડકતા ભૂમિપુત્રોને હંમેશા માટે લાચાર બનાવવાનું ષડયંત્ર નવી રાજનીતિમાં રચાયું છે. 

લેખમાં કહેવાયું છે કે મુંબઈનું મહત્વ, મુંબઈનો વૈભવ ઓછો કરશો તો મહારાષ્ટ્રનું આપોઆપ પતન થઈ જશે, એવું જેમના મનમાં છે તેઓ ભૂમિપુત્રોને ઓછા આંકી રહ્યાં છે. મુંબઈ ભૂમિપુત્રોની હશે પરંતુ તેને ધન ધાન્યથી સંપન્ન અમે લોકોએ બનાવી છે, આ ઘમંડ, અહંકાર મુંબઈના શેઠીયાઓમાં પહેલા પણ હતો અને આજે પણ છે. શિવસેનાએ સૌથી પહેલા આ ઘમંડ ઉતારવાનું કામ કર્યું. આથી શિવસેના પ્રત્યે દિલ્હીના મનમાં હંમેશા દ્વેષભાવ રહ્યો છે. જે શિવસેનાના વિરોધમાં બોલશે, તે દિલ્હીશ્વરની 'પ્યારી ડાર્લિંગ' બની જાય છે.

સામનામાં છપાયેલા લેખ મુજબ મુંબઈ દેશની હોય કે દુનિયાનું પરંતુ તેના પર પહેલો હક મહારાષ્ટ્રનો છે. જ્યારે જ્યારે મુંબઈને દબાવ્યું ત્યારે ત્યારે મહારાષ્ટ્રે પ્રતિકાર કર્યો છે. અખબારનું માનવું છે કે જે દિવસે ઠાકરે બ્રાન્ડનું પતન થશે તે દિવસે મુંબઈનું પતન થવાનું શરૂ થઈ જશે. 

અખબાર લખે છે કે 'ઠાકરે' મહારાષ્ટ્રના સ્વાભિમાનની એક બ્રાન્ડ છે. બીજી મહત્વપૂર્ણ 'બ્રાન્ડ' પવાર નામથી ચાલે છે. મુંબઈમાંથી આ બ્રાન્ડને નષ્ટ કરવાની છે તથા ત્યારબાદ મુંબઈ પર કબ્જો જમાવવાનો છે એવા ષડયંત્રની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news