કંગના રનૌતે મહારાષ્ટ્ર સરકારને ગણાવી 'ગુંડા સરકાર', કહ્યું- સોનિયા સેના, બાબર સેનાથી પણ ખરાબ
ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે એકવાર ફરી મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. કંગનાએ ઉદ્ધવ ઠાકરેની સરકારને ગુંડા સરકાર કહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે એકવાર ફરી મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. કંગનાએ ઉદ્ધવ ઠાકરેની સરકારને ગુંડા સરકાર કહી છે. કંગનાએ આ પ્રતિક્રિયા મહારાષ્ટ્રમાં મંદિર ખોલવાને લઈને રાજ્યપાલ દ્વારા મહારાષ્ટ્ર સરકારને લખેલા પત્ર બાદ આવી છે.
કંગનાએ ટ્વીટ કર્યું કે, તે જાણીને સારૂ લાગ્યું કે, રાજ્યપાલ મહોદય દ્વારા ગુંડા સરકારની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુંડાએ બાર અને રેસ્ટોરન્ટ ખોલ્યા છે, પરંતુ વ્યૂહાત્મક રૂપથી મંદિરોને બંધ રાખ્યા છે. સોનિયા સેના, બાબર સેનાથી પણ ખરાબ વ્યવહાર કરી રહી છે.
મહત્વનું છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજ્ય સરકારને પત્ર લખ્યો છે, જેમાં અત્યાર સુધી મંદિર અને અન્ય પૂજા સ્થળ ન ખોલવાનો મુદ્દો ઉઠાવ્યો છે. હવે રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે આ મુદ્દા પર પત્રોનું આદાન-પ્રદાન થઈ રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ પણ રાજ્યપાલને જવાબમાં પત્ર લખ્યો. જેમાં તેમણે લખ્યું કે મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળ ખોલવાની ચર્ચાની સાથે કોરોનાના વધતા કેસને પણ ધ્યાનમાં રાખવા જોઈએ.
Nice to know Gunda government is being questioned by Honourable Governor sir, Gundas have opened bars and restaurants but strategically keeping temples shut. Sonia Sena is behaving worse than Babur Sena .... #Governor https://t.co/qgLDxB9erd
— Kangana Ranaut (@KanganaTeam) October 13, 2020
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું કે, મારે પોતાનું હિન્દુત્વ સાબિત કરવા માટે તમારી પાસે સર્ટિફિકેટ જોતું નથી. જે લોકો અમારા રાજ્યની તુલના ગુલામ કાશ્મીરથી કરે છે તેનું સ્વાગત કરવું મારા હિન્દુત્વમાં ફિટ બેસતુ નથી. માત્ર મંદિર ખોલવાથી શું હિન્દુત્વ સાબિત થશે?
કરીના-અનુષ્કા બાદ હવે આ એક્ટ્રેસ પણ છે પ્રેગનેન્ટ, આપ્યા Good News!
શું કહ્યું હતું રાજ્યપાલે?
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પોતાના પત્રમાં લખ્યુ કે, તમે એક જૂને 'મિશન બિગેન અગેઇન'ની શરૂઆત કરી હતી. પરંતુ હવે તેને ચાર મહિના થઈ ગયા છે અત્યાર સુધી ધાર્મિક સ્થળ ખુલ્યા નથી. દેશની રાજધાની દિલ્હીમાં પણ ધાર્મિક સ્થળ ખુલ્લા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે