ફિલ્મની ટિકિટ વેચવા લાગ્યો John Abraham, વીડિયોમાં સાથે જોવા મળ્યો Emraan Hashmi

જોન અબ્રાહમ (John Abraham), ઇમરાન હાશમી (Emraan Hashmi) સ્ટારર ફિલ્મ 'મુંબઇ સાગા' (Mumbai Saga) મોટા પરદે રિલીઝ થઈ છે. આ ફિલ્મને હિટ બનાવવા માટે સ્ટાર ખુબ જ મહેનત કરી રહ્યા છે

ફિલ્મની ટિકિટ વેચવા લાગ્યો John Abraham, વીડિયોમાં સાથે જોવા મળ્યો Emraan Hashmi

નવી દિલ્હી: જોન અબ્રાહમ (John Abraham), ઇમરાન હાશમી (Emraan Hashmi) સ્ટારર ફિલ્મ 'મુંબઇ સાગા' (Mumbai Saga) મોટા પરદે રિલીઝ થઈ છે. આ ફિલ્મને હિટ બનાવવા માટે સ્ટાર ખુબ જ મહેનત કરી રહ્યા છે. પરંતુ જોન આ બધા કરતા એક કદમ આગળ વધીને ફિલ્મની ટિકિટ વેચવાની શરૂ કરી દીધી છે. ફિલ્મના પ્રમોશન માટે જોન અને ઇમરાન એક થિયેટર પહોંચ્યા હતા જ્યાં જોને જાતે દર્શકોને ફિલ્મની ટિકિટ વેચી હતી.

જોને વેચી ટિકિટ
ઇમરાન હાશમીએ (Emraan Hashmi) એક વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં જોન અબ્રાહમ (John Abraham) ટિકિટ વિન્ડો પર ફિલ્મની ટિકિટ વેચતો જોવા મળી રહ્યો છે. દર્શકોને જોનનો આ અંદાજ ખુબ જ પસંદ આવ્યો છે.

BOOK YOUR TICKETS NOW! https://t.co/3zMCX838qu#MumbaiSaga IN CINEMAS NOW. pic.twitter.com/hqxtlGyaLs

— Emraan Hashmi (@emraanhashmi) March 19, 2021

ફિલ્મની સ્ટોરી
ફિલ્મ 'મુંબઇ સાગા'ની (Mumbai Saga) સ્ટોરી અમર્ત્યા રાવની (જોન અબ્રાહમ) છે. જેણે મુંબઇ પર રાજ કરવાનું સપનું જોયું હતું. અમર્ત્યા રાવ, છોટા રાજનનો સહયોગી હતો. છોટા રાજનના કહેવા પર અમર્ત્યા રાવે ઘણા બિઝનેસમેનોને મોતને ઘાટ ઉતાર્યા હતા. અમર્ત્યા, છોટા રાજનની દરેક વાત માનતો હતો. છોટા રાજનના ઇશારા પર એક પછી એક ઘણા મર્ડર કર્યા બાદ તે થોડા જ સમયમાં છોટા રાજનનો રાઈટ હેન્ડ બની ગયો હતો. તેની દરેક હરકત પર ઇન્સ્પેક્ટર વિજય સાવરકર (ઇમરાન હાશમી) નજર રાખતો હતો. સાવરકર રાવની દરેક હરકતની જાણકારી મેળવી તેને પકડવાનો પ્રયત્ન કરે છે. હવે રાવ પોલીસની પકડમાં આવે છે કે નહીં તે તમને ફિલ્મ જોયા બાદ ખબર પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news