દિગ્ગજ અભિનેત્રીને 6 મહિનાની સજા, કોર્ટે દંડ પણ કર્યો, જાણો શું છે મામલો

Jaya Prada: ફિલ્મોની દિગ્ગજ અભિનેત્રી પર મોટી મુશ્કેલી આવી પડી છે. અભિનેત્રીને 6 મહિનાની જેલની સજા થઈ છે. અભિનેત્રી પર તેના થિયેટરમાં કામ કરનારા મજૂરોને પૈસા ન આપવાનો આરોપ લાગ્યો હતો અને હવે તે તેમાં દોષિત ઠર્યા છે. 

દિગ્ગજ અભિનેત્રીને 6 મહિનાની સજા, કોર્ટે દંડ પણ કર્યો, જાણો શું છે મામલો

દિગ્ગજ અભિનેત્રી અને રાજનેતા જયાપ્રદાને શુક્રવારે ચેન્નાઈની એક કોર્ટે દોષત ઠેરવ્યા છે. તેમને છ મહિના માટે જેલની સજા થઈ છે. કથિત રીતે તેમના પર પાંચ હજાર રૂપિયાનો દંડ લગાવવામાં  આવ્યો છે. અત્રે જણાવવાનુંકે તેમના પર તેમના થિયેટરમાં કામ કરનારાઓને ઈએસઆઈના પૈસા ન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કથિત રીતે તેમના બિઝનેસ પાર્ટનર રામકુમાર અને રાજાબાબુ પણ દોષિત ઠર્યા છે. 

જયા પ્રદાનું ચેન્નાઈમાં એક થિયેટર હતું જે બંધ થી ગયું. બાદમાં થિયેટરકર્મીઓએ જયા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે કર્મચારીઓના પગાર કાપવામાં આવ્યા અને ઈએસઆઈના પૈસાની ચૂકવણી નહીં કરવાની ફરિયાદ થઈ. તેમના આરોપ હતો કે સરકારી વીમા નિગમને ઈએસઆઈના પૈસા આપવામાં ન આવ્યા. 

જયા પ્રદાને જેલ
કથિત રીતે લેબર ગવર્નમેન્ટ ઈન્શ્યુરન્સ કોર્પોરેશને જયા પ્રદા અને તેમના સહયોગીઓ વિરુદદ્ધ ચેન્નાઈના એગ્મોર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કર્યો. એ પણ સૂચન આપ્યું કે અનુભવી અભિનેત્રીએ પણ આરોપોને સ્વીકાર્યા છે અને કેસને ફગાવવાની માંગણી કરતા બાકી રકમ ચૂકવવાનું વચન આપ્યું છે. જો કે કોર્ટે તેમની અપીલ ફગાવી દીધી અને દંડ સાથે જેલની સજા પણ સંભળાવી છે. 

જયા પ્રદાની ફિલ્મો
જયા પ્રદા 70ના દાયકાના અંત, 80ના દાયકા અને 90ના દાયકાની શરૂઆતમાં હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક હતી. ઓછી ઉંમરમાં સાઉથ ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવ્યા બાદ જયા 1979માં સરગમ ફિલ્મથી  બોલીવુડમાં આવી અને લોકપ્રિય  બની ગઈ. તેમણે કામચોર (1982), શરાબી (1984), મક્સદ (1984), સંજોગ (1985), આખિરી રાસ્તા (1986), એલાન એ જંગ (1989), આજ કા અર્જૂન (1990), થાનેદાર (1990), મા (1991) અને અનેક તેલુગુ ફિલ્મો કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news