Janhvi Kapoor થી પરેશાન થઇ બહેન Khushi Kapoor, રસપ્રદ Video થયો Viral
બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) હાલમાં પોતાની બહેન સાથે સમય વિતાવી રહી છે. બંને બહેનોનો એક મજેદાર વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પોતાની નાની બહેન ખુશી કપૂર (Khushi Kapoor)ને પરેશાન કરતી જોવા મળી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) હાલમાં પોતાની બહેન સાથે સમય વિતાવી રહી છે. બંને બહેનોનો એક મજેદાર વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પોતાની નાની બહેન ખુશી કપૂર (Khushi Kapoor)ને પરેશાન કરતી જોવા મળી રહી છે. જેથી ખુશી તેનાથી નારાજ થઇ ગઇ છે. આ વીડિયો પોતાના ઇંસ્ટાગ્રામ પર મુક્યો છે.
વીડિયોમાં જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ખુશીને પૂછે છે કે ખુશી 1 થી 10 પોઇન્ટ પર આજે તમે કેટલા પોઝિટિવ અનુભવી રહ્યા છો. ખુશીએ પોતાને હુડી સાથે પોતાના ફેસને કવર કરી રાખ્યો છે અને તે સોફા પર બેસેલી છે. જાહ્નવી કપૂર (Janhvi Kapoor)ના પ્રશ્નથી પરેશાન થઇને ખુશીએ જવાબ આપ્યો, ''મારી સાથે વાત કરવાનું બંધ કરો.'' જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ફરીથી મસ્તીથી પૂછે છે, શું તમે સકારાત્મક અનુભવી રહ્યા છો, શું તમે સકારાત્મકતા ફેલાવી રહ્યા છો? ખુશીએ જવાબ આપતાં કહ્યું કે અહીંથી જાવ.
થોડા દિવસો પહેલાં બંને બહેનો સાથે ટિકટોક વીડિયો બનાવતાં જોવા મળી હતી. આ ઉપરાંત જાહ્નવી કપૂર (Janhvi Kapoor)એ પોતાના પેટિંગ સ્કિલ્સની એક ઝલક ફેન્સ સાથે શેર કરી હતી. બંને બહેનોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો હતો જેમાં જાહ્નવી કપૂર (Janhvi Kapoor) કહી રહી હતી કે તેમની નાની બહેન તેમના પહેલાં લગ્ન કરવા માંગે છે. એટલું જ નહી બંને બહેનોમાંથી પહેલાં બાળકની ખુશી કપૂર જ ઇચ્છે છે. તમને જણાવી દઇએ કે શ્રીદેવીના નિધન બાદ જાહ્નવીએ જણાવ્યું હતું કે ખુશી મેચ્યોર છે અને તે તેમનો ખ્યાલ રાખે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી કપૂરે આગામી ફિલ્મ 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ, 'રૂહીઅફ્ઝા', 'તખ્ત' અને દોસ્તાના 2'માં જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે