IIFA Awards 2022 Winners List: સલમાન-શાહરૂખનો નહીં, હવે આવ્યો આ હીરોનો જમાનો...

IIFA Awards 2022: આ વર્ષે વિક્કી કૌશલે આઈફામાં મળ્યો બેસ્ટ એક્ટરનો અવોર્ડ પોતાના નામે કરી લીધો છે. ત્યાં જ બીજીબાજુ, કૃતિ સેનનને બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડથી નવાઝવામાં આવી. ચાલો જણાવીએ કે, આઈફા 2022માં કોને કયો અવોર્ડ મળ્યો.

IIFA Awards 2022 Winners List: સલમાન-શાહરૂખનો નહીં, હવે આવ્યો આ હીરોનો જમાનો...

IIFA Awards 2022 Winners: ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) અવોર્ડ્સ 2022 આ વર્ષે અબૂ ધાબીમાં યોજાયો હતો. અવોર્ડ ફંક્શનમાં બોલિવુડ સિતારાઓની ખૂબ ધૂમ રહી. સલમાન ખાન, અનન્યા પાંડે, સારા અલી ખાનથી લઈને બોલીવુડના ઘણા સિતારાઓએ આઈફામાં પોતાના ધમાકેદાર અંદાજથી રોનક પાથરી હતી.

કોને મળ્યો કયો અવોર્ડ?
સ્ટાર્સના શાનદાર લૂકથી લઈને તેમના શાનદાર પર્ફોર્મન્સના વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. અવોર્ડ્સની વાત કરીએ તો, આ વર્ષે વિક્કી કૌશલે આઈફામાં બેસ્ટ એક્ટરનો અવોર્ડ પોતાના નામે કરી લીધો છે. ત્યાં બીજીબાજુ કૃતિ સેનનને બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ આપવામાં આવ્યો.

IIFA Awards 2022 winners List: આ રહી વિનર્સની કમ્પ્લીટ લિસ્ટ
બેસ્ટ ફિલ્મઃ શેરશાહ
બેસ્ટ ડિરેક્ટરઃ વિષ્ણુ વર્ધનને શેરશાહ માટે
બેસ્ટ એક્ટર (લીડિંગ રોલ): વિક્કી કૌશલ સરદાર ઉધમ માટે
બેસ્ટ એક્ટ્રેસ (લીડિંગ રોલ): કૃતિ સેનનને મિમી માટે
બેસ્ટ એક્ટર (સપોર્ટિંગ રોલ):  પંકજ ત્રિપાઠીને લુડો માટે
બેસ્ટ એક્ટ્રેસ (સપોર્ટિંગ રોલ): સાઈ તામ્હનકરને મિમી માટે
બેસ્ટ ડેબ્યૂ (મેલ): અહાન શેટ્ટી, તડપ
બેસ્ટ ડેબ્યૂ (ફિમેલ): શરવરી વાઘ, બંટી ઓર બબલી 2
બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ): જુબિન નૌટિયાલ,  રાતા લમ્બિયા, શેરશાહ
બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ): અસીસ કૌર, રાતા લમ્બિયા, શેરશાહ
બેસ્ટ લિરિક્સઃ કૌસર મુનીરને ફિલ્મ 83નાં ગીત ‘લહરા દો’ માટે
બેસ્ટ ઓરિજિનલ સ્ટોરી: અનુરાગ બસુ, લુડો
બેસ્ટ સ્ટોરી અડેપ્ટેડઃ કબીર ખાન, સંજય પૂરણ સિંહને 83 માટે
બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરના અવોર્ડમાં ટાઈ પડી. આ અવોર્ડ અતરંગી રે માટે એ.આર.રહેમાન અને શેરશાહ માટે તનિષ્ક બાગચી, જસલીન રોયલ, જાવેદ-મોહસિન, Vikram Montrose, બી પ્રાક, જાનીને મળ્યો.

આઈફા 2022 અવોર્ડની વાત કરવામાં આવે તો, આ ફંક્શનને સલમાન ખાન, રિતેશ દેશમુખ અને મનીષ પોલ દ્વારા હોસ્ટ કરવામાં આવ્યુ હતું. ત્રણેય સ્ટાર્સે પોતાની રોકિંગ અને રમૂજી શૈલીથી એવોર્ડ ફંક્શનમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news