Deepika-Ranveer ના ડિવોર્સના સમાચારો વચ્ચે સામે આવ્યું દીપિકાનું નિવેદન, કહ્યું- રણવીર અને હું....

Ranveer Singh Deepika Padukone ના ડિવોર્સને લઈને ઘણી અફવાઓ ચાલી રહી છે. હવે અભિનેત્રી દીપિકા પાદુકોણે છુટાછેડાના સમાચારો પર મૌન તોડતા નિવેદન આપ્યું છે. 

Deepika-Ranveer ના ડિવોર્સના સમાચારો વચ્ચે સામે આવ્યું દીપિકાનું નિવેદન, કહ્યું- રણવીર અને હું....

નવી દિલ્હીઃ Deepika Ranveer Divorce News:  અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલીવુડના સૌથી પસંદગીના કપલમાંથી એક છે અને તેના રોમાંસના લોકો ખુબ દીવાના છે. ઘણા દિવસથી તે અફવાઓ સામે આવી રહી હતી કે દીપિકા અને રણવીર વચ્ચે સમસ્યા થઈ રહી છે અને બંનેના સંબંધ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. ઘણા મીડિયા રિપોર્ટમાં તે કહેવામાં આવ્યું કે દીપિકા અને રણવીર જલદી અલગ થવાના છે. અત્યાર સુધી આ કપલે કોઈ નિવેદન આપ્યું નથી પરંતુ હવે દીપિકા પાદુકોણે છુટાછેડાના સમાચારો વચ્ચે પોતાના અને રણવીરના સંબંધ પર એક નિવેદન આપ્યું છે. 

છુટાછેડાના સમાચારો વચ્ચે સામે આવ્યું દીપિકાનું નિવેદન
નોંધનીય છે કે આખરે દીપિકા પાદુકોણે છુટાછેડાના સમાચારો વચ્ચે મૌન તોડ્યું છે. નોંધનીય છે કે દીપિકાએ પૂર્વ અભિનેત્રી મેગન માર્કલ (Meghan Markle) ની સાથે એક પોડકાસ્ટ રેકોર્ડ કર્યું જેમાં તેણે પોતાના અને રણવીરના સંબંધને લઈને વાત કહી છે. તેમને નિવેદનમાં પોતાના ડિવોર્સની અફવાને લઈને પણ વાત કહી છે. 

Deepika બોલી- 'રણવીર અને હું....'
પોડકાસ્ટમાં દીપિકાએ કહ્યું- કામને કારણે રણવીર અને હું ઘણા સમયથી એકબીજાથી દૂર છીએ અને એક સપ્તાહના એક મ્યૂઝિક કોન્સર્ટ બાદ પરત ફર્યાં છીએ. તે મને જોઈને ખુશ થશે. પોડકાસ્ટમાં દીપિકાએ આ નિવેદનથી સ્પષ્ટ કરી દીધુ છે કે આજે પણ રણવીર અને દીપિકા એકબીજાને પ્રેમ કરે છે. બંને વચ્ચે કોઈ અણબનાવ નથી અને બંને છુટાછેડા લઈ રહ્યાં નથી. 

નોંધનીય છે કે છુટાછેડાના સમાચાર એક અજાણ્યા ટ્વીટથી ઉડ્યા હતા જેમાં લખી દેવામાં આવ્યું હતું કે રણવીર અને દીપિકા વચ્ચે બધુ બરાબર નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news