Golden Globe Awards Winner 'Naatu Naatu' : આ દેશના રાષ્ટ્રપતિના ઘરની બહાર થયું હતું 'નાટુ નાટુ' ગીતનું શૂટિંગ!

Naatu Naatu Song Was Shot Outside Ukraine President Residence: 'RRR'ના નિર્દેશક એસએસ રાજામૌલીએ એક ઈન્ટરવ્યૂમાં આ વાત શૅર કરી હતી. તેમણે કહ્યું હતું કે, "યુક્રેનના રાષ્ટ્રપતિ આવાસનું લોકેશન વાસ્તવિક હતું. રાષ્ટ્રપતિ આવાસની બાજુમાં જ યુક્રેનની સંસદ છે. સદભાગ્યે તેમણે અમને શૂટિંગ માટેની પરવાનગી આપી હતી, કેમ કે યુક્રેનના રાષ્ટ્રપતિ પણ એક સમયે ટેલિવિઝન અભિનેતા હતા.

Golden Globe Awards Winner 'Naatu Naatu' : આ દેશના રાષ્ટ્રપતિના ઘરની બહાર થયું હતું 'નાટુ નાટુ' ગીતનું શૂટિંગ!

Naatu Naatu Song Was Shot Outside Ukraine President Residence: રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ 'RRR'ના 'નાટુ નાટુ' ગીતને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો છે, ત્યારે આ ગીત વધુ એક કારણસર પણ ચર્ચામાં છે. શું તમને ખબર છે કે આ લોકપ્રિય ગીતનું શૂટિંગ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના સત્તાવાર નિવાસસ્થાનની બહાર શૂટ કરાયેલું છે. આ વાત કોઈ ફેક ન્યૂઝ નથી, પણ હકીકત છે. જુનિયર એનટીઆર અને રામ ચરણના ડાન્સ સાથેના આ ગીતનું શૂટિંગ ઓગસ્ટ 2021માં કીવના મેરિન્સ્કી પેલેસમાં શૂટ કરાયું હતું, આ જગ્યા યુક્રેનના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન છે. શૂટિંગના પાંચ મહિના બાદ જ રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો અને આ યુદ્ધ આજે પણ ચાલી રહ્યું છે. 

 

— BA Raju's Team (@baraju_SuperHit) March 19, 2022

 

'RRR'ના નિર્દેશક એસએસ રાજામૌલીએ એક ઈન્ટરવ્યૂમાં આ વાત શૅર કરી હતી. તેમણે કહ્યું હતું કે, "યુક્રેનના રાષ્ટ્રપતિ આવાસનું લોકેશન વાસ્તવિક હતું. રાષ્ટ્રપતિ આવાસની બાજુમાં જ યુક્રેનની સંસદ છે. સદભાગ્યે તેમણે અમને શૂટિંગ માટેની પરવાનગી આપી હતી, કેમ કે યુક્રેનના રાષ્ટ્રપતિ પણ એક સમયે ટેલિવિઝન અભિનેતા હતા. નોંધપાત્ર વાત એ છે કે રાષ્ટ્રપતિ બનતા પહલા તેમણે એક ટીવી સીરીઝમાં રાષ્ટ્રપતિની ભૂમિકા અદા કરી હતી."

કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સમાં યોજાયેલા 80મા ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ વીડિયો મેસેજથી સંબોધન કર્યું હતું. 'શાંતિનો ખાસ સંદેશ' નામના આ ભાવુક સંદેશમાં તેમણે કહ્યું હતું કે, "યુક્રેનમાં યુદ્ધ હજુ સમાપ્ત નથી થયું. પણ ભરતી દિશા બદલી રહી છે અને કોણ જીતશે તે પહેલાથી જ સ્પષ્ટ થઈ ગયું છે. યુદ્ધ અને આંસુ હજુ યથાવત છે. હવે હું ચોક્કસપણે કહી શકું છું કે ગયા વર્ષે કોણ શ્રેષ્ઠ હતું: એ તમે હતા. મુક્ત વિશ્વના મુક્ત લોકો. જેઓ યુક્રેનના લોકોની સ્વતંત્રતા માટે, સ્વતંત્રતાના સંઘર્ષ માટે, લોકશાહી માટે, જીવવાના અને હસવાના અમારા અધિકાર માટે અમારી પડખે ઉભા રહ્યા છે- તમે કોણ છો, અને ક્યાંથી છો, તેનાથી કોઈ ફરક નથી પડતો."

ગયા વર્ષે રામ ચરણનો ઉલ્લેખ યુક્રેનના એક સૈનિક પોતાના વીડિયોમાં કર્યો હતો. વીડિયોમાં સૈનિકે કહ્યું હતું કે તે કીવમાં રામ ચરણનો પર્સનલ સિક્યોરિટી ગાર્ડ હતો. વીડિયોમાં સૈનિકે દાવો કર્યો છે કે રામ ચરણે મારી પત્ની માટે પૈસા મોકલાવીને મારી મદદ કરી હતી.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news