કોઇ બીમારી કારણે ઋષિ કપૂરે લીધી લાંબા સમયની રજા? સારવાર માટે અમેરિકા રવાના
45 વર્ષથી બોલીવુડમાં ઘણી સુપર હિટ ફિલ્મો કરનારા, એક્શન હીરોવાળા સમયમાં પોતાના રોમેન્ટિક અંદાજથી સૌ કોઇના દિલ પર રાજ કરનારા અને પોતાના ખતરનાક વિલનવાળા કેરેક્ટરથી લોકોને પ્રભાવિત કરનારા ઋષિ કપૂર તેમની સારવાર માટે અમેરિકા જઇ રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: 45 વર્ષથી બોલીવુડમાં ઘણી સુપર હિટ ફિલ્મો કરનારા, એક્શન હીરોવાળા સમયમાં પોતાના રોમેન્ટિક અંદાજથી સૌ કોઇના દિલ પર રાજ કરનારા અને પોતાના ખતરનાક વિલનવાળા કેરેક્ટરથી લોકોને પ્રભાવિત કરનારા ઋષિ કપૂર તેમની સારવાર માટે અમેરિકા જઇ રહ્યા છે. પોતાની સારવારને લઇ અમેરિકા જવાની જાણકારી ઋષિ કપૂરે ટ્વિટ પર આપી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે તેઓ તેમના કામથી થોડા સમય માટે રજા લઇ રહ્યાં છે. તેમણે તેમના ફેન્સને ચિંતા ન કરવાનું પણ કહ્યું છે.
ઋષિ કપૂરે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, હું કેટલાક દિવસ માટે પોતાના કામથી રજા લઇ રહ્યો છું, કેમ કે, પોતાની સારવાર માટે અમેરિકા જઇ રહ્યો છું. તેમે લોકો ચિંતા ના કરતા અને ના કોઇ અંદાજ લગાવતા, ફિલ્મોમાં એક્શન કરતા 45 વર્ષથી વધુ થઇ ગયા છે. તમારી શુભકામનાઓ માટે આભાર, હું જલ્દી પરત ફરીશ. તમને જણાવી દઇએ કે થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે ઋષિ કપૂર પોતાની જૂની રોમેન્ટિક હિટ જોડીદાર જૂહી ચાવલા સાથે એક કોમેડી ફિલ્મ શરૂ કરી ચુક્યા છે. 4 સપ્ટેમ્બર આ સ્ટારે તેમનો 66મો જન્મદિવસ ઉજવ્યો હતો.
ઋષિ કપૂર ચાર દશકોથી ઇંસ્ડટ્રીનો સક્રીય ભાગ રહ્યા છે. ઋષિ કપૂરે ‘મેરા નામ જોકર’, ‘બોબી’, ‘ખેલ ખેલ મે’, ‘કર્ઝ’ અને ‘પ્રેમ રોગ’, જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે લાંબા સમય બાદ ઋતિક રોશન સ્ટારર ફિલ્મ ‘અગ્નિપથ’માં વિલનના રૂપમાં સિલ્વર સ્ક્રિન પર જોરદાર વાપસી કરી હતી. ત્યારબાદ સતત ફિલ્મોમાં સક્રિય રહ્યાં છે. ઋષિ કપૂર બોલીવુડના શોમેન એટલેકે રાજ કપૂરના પૂત્ર અને નિર્માતા-નિર્દેશનક તેમજ અભિનાતા પૃથ્વીરાજ કપૂરના પૌત્ર છે અને આજના સુપર સ્ટાર રણબીર કપૂરના પિતા છે. રોમેન્ટિક કેરેક્ટરની સાથે લોકોની વચ્ચે તેમની ચોકલેટી બોયની છાપ ઉભી કરી હતી. તેમના ઘરનું નામ ચિંટૂ છે. ઋષિ કપૂરના બે ભાઇ રણધીર કપૂર અને રાજીવ કપૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે