Trailer : 'ગલી બોય'માં જોવા મળ્યો રણવીર સિંહનો 'મુંબઈયા અંદાજ', ટ્રોલર્સ માટે છે આકરો જવાબ

બોલીવુડ ઈંડસ્ટ્રીમાં એક ધમાકેદાર એક્ટરની એંટ્રી થઇ ચૂકી છે જેને પડદા પર જોવો કોઇ ટ્રીટથી ઓછું નથી. એનર્જી અને એક્ટિંગનો ભંડાર એક્ટર રણવીર સિંહ વધુ એક ફિલ્મ સાથે હાજર થઇ ચૂક્યો છે. જોયા અખ્તર અને રિતેશ સિધવાની ફિલ્મ 'ગલી બોય'નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. સિંબા અને ખિલજી બાદ રણવીર સિંહને મુંબઇની ચાલીના છોકરાના રોલમાં જોવો ખરેખર મજેદાર છે. સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં સુધી ટ્રેલરને બે લાખ વધુ લોકો જોઇ ચૂક્યા છે. 
Trailer : 'ગલી બોય'માં જોવા મળ્યો રણવીર સિંહનો 'મુંબઈયા અંદાજ', ટ્રોલર્સ માટે છે આકરો જવાબ

નવી દિલ્હી: બોલીવુડ ઈંડસ્ટ્રીમાં એક ધમાકેદાર એક્ટરની એંટ્રી થઇ ચૂકી છે જેને પડદા પર જોવો કોઇ ટ્રીટથી ઓછું નથી. એનર્જી અને એક્ટિંગનો ભંડાર એક્ટર રણવીર સિંહ વધુ એક ફિલ્મ સાથે હાજર થઇ ચૂક્યો છે. જોયા અખ્તર અને રિતેશ સિધવાની ફિલ્મ 'ગલી બોય'નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. સિંબા અને ખિલજી બાદ રણવીર સિંહને મુંબઇની ચાલીના છોકરાના રોલમાં જોવો ખરેખર મજેદાર છે. સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં સુધી ટ્રેલરને બે લાખ વધુ લોકો જોઇ ચૂક્યા છે. 

ટ્રેલરને જોઇને લાગે છે કે બોલીવુડમાં ફરી એકવાર એક ફ્રેશ કહાનીને ફેંસ સમક્ષ રજૂ કરવામાં આવી છે. ફિલ્મના ટ્રેલરને રણવીર સિંહે પોતાના ટ્વિટર હેંડલ પર શેર કર્યો છે. ફિલ્મના ટ્રેલરને જોયા બાદ મેકર્સ અને રણવીર સિંહને ટ્રોલ કરી રહેલા લોકોની બોલતી બંધ થઇ જશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ જ પાવરફૂલ અને ખુલ્લા વિચારો ધરાવનાર છોકરીની ભૂમિકામાં જોવા મળશે.  

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની પ્રોડક્શન કંપની એક્સેલ એંટરટેનમેંટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ મુંબઇના બે છોકરાઓની કહાની પર બની છે. મુંબઇના સ્લમમાં જન્મેલા નાવેદ શેખ ઉર્ફે નેજી વિવિયન ફર્નાંડિસ ઉર્ફે ડિવાઇનની કહાની ફિલ્મના મેન પ્લોટમાં જોવા મળશે. તેના બેકડ્રોપમાં બાકી રૈપર્સની કહાનીઓ પણ બતાવવામાં આવશે. 

આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે આલિયા ભટ્ટ અને કલ્કિ કેકલા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ એટલા માટે પણ ખાસ છે કે તેમાં પહેલીવાર આલિયા અને રણવીર પડદા પર એકસાથે જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન જોયા અખ્તરે કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news