Confirm : ફરહાન અખ્તર અને શિબાની જલ્દી કરશે લગ્ન, ડેટનો કર્યો ખુલાસો

એક ટોક શો દરમિયાન ફરહાને જણાવ્યું કે, તે એપ્રિલ-મેમાં શિબાની સાથે લગ્ન કરી લેશે. 
 

Confirm : ફરહાન અખ્તર અને શિબાની જલ્દી કરશે લગ્ન, ડેટનો કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ બોલીવુડમાં અરી એકવાર લગ્નની સિઝન શરૂ થવાની છે. પોતાના સંબંધો પર મૌન રહેનાર અરહાન અખ્તરે અંતે પોતાના લગ્નની જાહેરાત કરી દીધી છે. ફરહાન જાણીતી મોડલ- વીજે દાન્ડેકરને ડેટ કરી રહ્યો હતો પરંતુ બંન્નેએ આ સંબંધ પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. એક ટોક શો દરમિયાન ફરહાને જણાવ્યું કે, તે એપ્રિલ-મેમાં શિબાની સાથે લગ્ન કરી લેશે. 

અભિનેત્રી ભૂમિ પેડનેકરની સાથે એક ટોક શોમાં ફરહાને પોતાના લગ્ન વિશે ખુલાસો કરતા જણાવ્યું કે, તેને ખ્યાલ નથી પરંતુ તે એપ્રિલ કે મેમાં લગ્ન કરી શકે છે. મહત્વનું છે કે, ફરહાન અને શિબાની હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના ફોટો શેર કરતા રહે છે. 

A post shared by Farhan Akhtar (@faroutakhtar) on

ફરહાન પોતાના સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય છે અને પોતાના જીવન વિશે હંમેશા એક ઝલક આપતો રહે છે. તેણે શિબાની સાથે પોતાના સંબંધ વિશે ન તો કંઇ લખ્યું ન તો કંઇ શેર કર્યું છે. તેણે થોડા સમય પહેલા શિબાની સાથે કેટલિક તસ્વીરો શેર કરી હતી પરંતુ તેવું ન જાણી શકાયું કે બંન્ને વચ્ચે શું સંબંધ છે. 

A post shared by Farhan Akhtar (@faroutakhtar) on

મહત્વનું છે કે, ફરહાન અખ્તરે અધુના ભાબાની સાથે લગ્ન કર્યાં હતા. પરંતુ 16 વર્ષના લગ્ન જીવન બાદ બંન્નેએ આ સંબંધ તોડી નાખ્યો હતો. બંન્નેને બે પુત્રીઓ પણ છે. અધુના પણ પોતાના એક મિત્રને ડેટ કરી રહી છે જેના ફોટો તે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news