આમિર ખાનની બે સુપરહીટ ફિલ્મમાં શાનદાર રોલ કરનાર કથક ડાન્સર પંડિત વીરુ કૃષ્ણાનું નિધન

શનિવારે જાણીતા કથક ડાન્સર પંડિત વીરુ કૃષ્ણાનું મુંબઈમાં નિધન થયું છે. તેઓ કથક ડાન્સર હતા. તેમણે બોલિવુડના અનેક સ્ટાર્સ જેમ કે જુહી ચાવલા, કૈટરીના કૈફ, કરણવીર બોહરાને ડાન્સ શીખવાડ્યું હતું. પોતાના ડાન્સની સાથે સાથએ વીરુ કૃષ્ણાએ 90ના દાયકાની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ રાજા હિન્દુસ્તાની, ઈશ્ક, હમ હૈ રાહી પ્યાર કે અને અકેલે હમ અકેલે તુમ જેવી ફિલ્મોમાં દર્શકોના મનમાં એવી છાપ છોડી હતી, કે તેઓ તેમને આજે પણ યાદ કરે છે.
આમિર ખાનની બે સુપરહીટ ફિલ્મમાં શાનદાર રોલ કરનાર કથક ડાન્સર પંડિત વીરુ કૃષ્ણાનું નિધન

નવી દિલ્હી :શનિવારે જાણીતા કથક ડાન્સર પંડિત વીરુ કૃષ્ણાનું મુંબઈમાં નિધન થયું છે. તેઓ કથક ડાન્સર હતા. તેમણે બોલિવુડના અનેક સ્ટાર્સ જેમ કે જુહી ચાવલા, કૈટરીના કૈફ, કરણવીર બોહરાને ડાન્સ શીખવાડ્યું હતું. પોતાના ડાન્સની સાથે સાથએ વીરુ કૃષ્ણાએ 90ના દાયકાની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ રાજા હિન્દુસ્તાની, ઈશ્ક, હમ હૈ રાહી પ્યાર કે અને અકેલે હમ અકેલે તુમ જેવી ફિલ્મોમાં દર્શકોના મનમાં એવી છાપ છોડી હતી, કે તેઓ તેમને આજે પણ યાદ કરે છે.

— PRIYANKA (@priyankachopra) September 7, 2019

વીરુ કૃષ્ણાના નિધન બાદ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા, લારા દત્તા, કરણવીર બોહરા જેવા અનેક સ્ટાર્સે દુખ વ્યક્ત કર્યું છે.

તો ફિલ્મ રાજા હિન્દુસ્તાનીમાં તેમની સાથે કામ કરનારી એક્ટ્રેસ નવનીત નિશાને ફેસબુક પર તેમના નિધનથી શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘મારા પ્રિય વીરુ કૃષ્ણા, ઈશ્વર તમારી આત્માને શાંતિ આપે. હું વિશ્વાસ નથી કરી રહી કે તમે હંમેશા માટે અમને છોડીને જતા રહ્યાં છો. તમે ન માત્ર મહાન કથક ડાન્સર હતા, પરંતુ એક શાનદાર વાર્તાકાર પણ હતા. હું તમને હંમેશા યાદ કરીશ મારા મિત્ર...’

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news