મહાભારતના શક્તિશાળી ગદાધારી 'ભીમ' કેમ થયા લાચાર? સરકાર પાસે માગી રહ્યાં છે મદદ, જુઓ હાલ શું હાલ છે

બી.આર.ચોપરા નિર્મિત પ્રસિદ્ધ 'મહાભારત'માં ભીમનું પાત્ર ભજવી ઘર ઘરમાં પ્રચલિત થનાર પ્રવિણકુમાર સોબતી છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. કોઈનાથી ન હારનાર 'ભીમ'ની આર્થિક તંગીએ તોડી કમર, સરકાર પાસે માગી મદદ!

મહાભારતના શક્તિશાળી ગદાધારી 'ભીમ' કેમ થયા લાચાર? સરકાર પાસે માગી રહ્યાં છે મદદ, જુઓ હાલ શું હાલ છે

નવી દિલ્લીઃ બી.આર.ચોપરા નિર્મિત પ્રસિદ્ધ 'મહાભારત'માં ભીમનું પાત્ર ભજવી ઘર ઘરમાં પ્રચલિત થનાર પ્રવિણકુમાર સોબતી છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. વર્ષ 1988માં દૂરદર્શન પર પૌરાણિક સિરિયલ 'મહાભારત' પ્રસારિત થઈ... ઐતિહસિક બની ગયેલી સિરિયલ મહાભારતના તમામ પાત્રો એટલા લોકપ્રિય બન્યા કે તેઓ આજે પણ દેશવાસીઓના મનમાં જીવંત છે.

કોરોનાકાળમાં લૉકડાઉનમાં ફરી પ્રસારિત થયેલી મહાભારતને પણ લોકોએ તેટલો જ પ્રેમ આપ્યો. હાલમાં સિરિયલમાં ભીમનું પાત્ર ભજવનાર પ્રવિણકુમાર સોબતી ચર્ચામાં આવ્યા છે. મહાભારતમાં તેમણે કરેલો અભિનય ખુબ જ વખણાય છે. એટલું નહીં તેમણે બોલીવુડની કેટલી ફિલ્મોમાં પણ કામ કરેલું છે. જોકે, હાલ આ કલાકાર તકલીફમાં મુકાયો હોવાનું સામે આવ્યું છે. શું છે સાચી હકીકત એ જાણવા જેવું છે.

મુશ્કેલ સ્થિતિમાં છે પ્રવિણ-
જ્યારે પણ 'મહાભારત'ની વાત આવે  ત્યારે 'ગદાધારી ભીમ'નું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવિણકુમાર સોબતીને પણ યાદ કરવામાં આવે છે. એક સમયે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રવીણ આજે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, 'પ્રવીણની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે, આવી સ્થિતિમાં તેમણે પોતાની આજીવિકા માટે સરકાર પાસે પેન્શનની માંગ કરી છે.

પ્રવિણકુમાર સોબતીની પંજાબ સરકારને ફરિયાદ-
દિગ્ગજ અભિનેતાનું કહેવું છે કે ' તેણેપંજાબની  અત્યાર સુધી સરકારબનાવનાર તમામ પક્ષ સામે ભારે નારાજગી છે. પ્રવિણે ફરિયાદ કરી છે કે, 'કોઈપણ ખેલાડી જે એશિયન ગેમ્સ રમે છે અથવા મેડલ જીતે છે, તેમને પેન્શન મળે છે. પરંતુ મને આ સુવિધા આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે પ્રવિણ અભિનેતા હોવા ઉપરાંત સ્પોર્ટ્સમેન પણ રહી ચુક્યા છે. તેઓ એકમાત્ર એથ્લેટ ખેલાડી છે જેઓએ સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે.

પ્રવિણે જીત્યા છે ઘણા ગોલ્ડ મેડલ-
પ્રવિણકુમાર સોબતીએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 1966માં તેમને કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવાનો મોકો મળ્યો. તેમણે ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી પ્રવિણે 1970માં બેંગકોકમાં આયોજિત એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ 1974માં ઈરાનના તેહરાનમાં પણ તેમણે સિલ્વર મેડલ મેળવ્યો હતો. જો કે પીઠના દુખાવાની ફરિયાદ બાદ તેઓએ રમવાનું બંધ કરી દીધુ હતું.

ઉલ્લેખનીય છેકે, સોશિયલ મીડિયા પર આ પ્રકારના અહેવાલો વહેતા થયા હતાં. ત્યાર બાદ ભીમ તરીકે જાણીતા અભિનેતા પ્રવીણ કુમારે એવી સ્પષ્ટતા પણ કરી હતીકે, મારા તરફથી આ પ્રકારે સરકાર પાસે કોઈ જ માંગણી કરવામાં આવી નથી. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતીકે, અગાઉ તમામ સરકારો સામે એક જ  ફરિયાદ છેકે, એશિયન ગેમ્સ કે મેડલ જીતનારા તમામ ખેલાડીઓને પેન્શન આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ વંચિત રહ્યા હતા. જ્યારે તેમણે સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા હતા. કોમનવેલ્થનું પ્રતિનિધિત્વ કરનાર તે એકમાત્ર એથલીટ હતાં. તેમ છતાં પેન્શનના મામલે તેની સાથે સાવકી મા જેવું વર્તન કરવામાં આવ્યું હતું. જો કે હાલમાં તેમને BSF તરફથી પેન્શન મળી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news