Omicron બાદ કોરોનાનો વધુ એક વેરિએન્ટ મળી આવ્યો, 46 વાર બદલી ચૂક્યો છે સ્વરૂપ

કોરોના સંકટ વચ્ચે એક વધુ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

Omicron બાદ કોરોનાનો વધુ એક વેરિએન્ટ મળી આવ્યો, 46 વાર બદલી ચૂક્યો છે સ્વરૂપ

નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે એક વધુ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઓમિક્રોન બાદ વૈજ્ઞાનિકોએ કોરોનાના વધુ એક વેરિએન્ટ (Variant IHU)ની ભાળ મેળવી છે. મળતી માહિતી મુજબ Variant IHU 46 વાર સ્વરૂપ બદલી ચૂક્યો છે. કહેવાય છે કે તે મૂળ કોવિડ વાયરસની સરખામણીએ વધુ ચેપી અને રસીને ચકમો આપનારો હોઈ શકે છે. 

ન્યૂઝ વેબસાઈટ ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ Variant IHU ની શોધ ફ્રાન્સમાં થઈ છે. ફ્રાન્સના મારસૈલ (Variant IHU in Marseille) માં નવા વેરિએન્ટના 12 કેસ સામે આવ્યા છે. આ કેસ એવા લોકોમાં જોવા મળ્યા છે જે આફ્રિકી દેશ કેમરૂનથી પાછા ફર્યા હતા. 

ફ્રાન્સમાં હાલ ઓમિક્રોનનો કહેર
હાલ જો કે Variant IHU કેટલો ઘાતક અને ચેપી હશે તે સ્પષ્ટ નથી.કારણ કે ફ્રાન્સમાં અત્યારે તો ઓમિક્રોન વેરિએન્ટનો કહેર છે. કોરોનાના જે કેસ નોંધાય છે તેમાંથી 60 ટકા ઓમિક્રોનના છે. આ વેરિએન્ટને Méditerranée Infection Foundation એ 10 ડિસેમ્બરના રોજ શોધ્યો હતો. રાહતની વાત એ છે કે હાલ Variant IHU ઝડપથી ફેલાઈ રહ્યો નથી. 

હજુ એ જોવાનું બાકી છે કે શું અન્ય દેશોમાં પણ Variant IHU પહોંચ્યો છે કે નહીં. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) આ વેરિએન્ટ અન્ડર ઈન્વેસ્ટિગેશનનું લેબલ આપીને આગળ તપાસ કરશે. Variant IHU ને B.1.640.2 પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે તે B.1.640 થી અલગ છે જે સપ્ટેમ્બરમાં કોંગોમાં મળ્યો હતો. 

નવા વેરિએન્ટની શોધ કરનારી ટીમના પ્રમુખ પ્રોફેસર ફિલિપ કોલસને કહ્યું કે ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે તે E484K મ્યૂટેશનથી બનેલો છે જે તેને રસી સામે વધુ સક્ષમ બનાવે છે. એટલે કે તેના પર રસીનો પ્રભાવ થાય તે ચાન્સ ઓછા છે. 

ભારતમાં ઝડપથી વધી રહ્યા છે ઓમિક્રોનના કેસ
Variant IHU અગાઉ ઓમિક્રોન વેરિએન્ટ મળ્યો હતો. આફ્રિકાથી આ વેરિએન્ટ અનેક દેશમાં પહોંચ્યો છે. જેમાં ભારત પણ સામેલ છે. તે ડેલ્ટા કે ડેલ્ટા પ્લસ જેટલો ઘાતક તો નથી કહેવાતો પરંતુ તે તેની સરખામણીએ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં ઓમક્રોનના કુલ કેસ વધીને 1892 થઈ ગયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં નોધાયા છે જ્યાં ક્રમશ: 568 અને 382 કેસ છે. ઓમિક્રોનના 1892માંથી 766 દર્દીઓ રિકવર થઈ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news