ડ્રગ્સ કેસ: દીપિકા બાદ હવે Dia Mirza નું નામ સામે આવતા બોલિવુડમાં સન્નાટો, NCB કરી શકે છે પૂછપરછ

NCBના સૂત્રોના જણાવ્યાં મુજબ ધરપકડ કરાયેલા ડ્રગ્સ પેડલર્સ અનુજ કેસવાની અને અંકૂશની પૂછપરછ બાદ અભિનેત્રી દિયા મિર્ઝાના નામનો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ સેલિબ્રિટી મેનેજર દ્વારા જ ડ્રગ્સની ખેપ આ અભિનેત્રી સુધી પહોંચતી હતી. 

 ડ્રગ્સ કેસ: દીપિકા બાદ હવે Dia Mirza નું નામ સામે આવતા બોલિવુડમાં સન્નાટો, NCB કરી શકે છે પૂછપરછ

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Death Case)  હત્યા કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ અનેક બોલિવુડ (Bollywood) સ્ટારની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની તપાસમાં શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ (Deepika Padukone) , સારા અલી ખાન, અને રકુલ પ્રીત સિંહના નામ સામે આવ્યા બાદ લોકો સ્તબ્ધ થઈ ગયા છે. હવે બોલિવુડની વધુ એક મોટી અભિનેત્રી NCBના રડાર પર છે. લગભગ 40 વર્ષની આ અભિનેત્રીએ એક કે બે હિટ ફિલ્મો આપેલી છે. 2005 અને 2006ના દાયકાની આ અભિનેત્રી દિયા મિર્ઝા છે. 

NCBના સૂત્રોના જણાવ્યાં મુજબ ધરપકડ કરાયેલા ડ્રગ્સ પેડલર્સ અનુજ કેસવાની અને અંકૂશની પૂછપરછ બાદ અભિનેત્રી દિયા મિર્ઝા (Diya Mirza) ના નામનો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ સેલિબ્રિટી મેનેજર દ્વારા જ ડ્રગ્સની ખેપ આ અભિનેત્રી સુધી પહોંચતી હતી. 

સૂત્રોનું કહેવું છે કે વર્ષ 2019માં આ અભિનેત્રી દ્વારા ખરીદવામાં આવેલી ડ્રગ્સની ચોક્કસ જાણકારી અને પુરાવા એનસીબીને મળ્યા છે. અભિનેત્રી માટે તેના સેલિબ્રિટી મેનેજરે ડ્રગ્સ પેડલર્સે એક કે બેવાર મીટિંગ કરી હતી. 

સૂત્રોનું માનવું છે કે આવનારા દિવસોમાં પહેલા સેલિબ્રિટી મેનેજર અને ત્યારબાદ અભિનેત્રીને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. FIR નંબર16/20 માં દિયા મિર્ઝાનું નામ સામે આવ્યું છે. કહેવાય છે કે હવેના સમયમાં દિયા મિર્ઝાને NCBની મુંબઈ ટીમ સમન પાઠવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news