BOX OFFICE પર 'Dream Girl'ની ધમાલ, આયુષ્યમાનને લાગી છે જબરી લોટરી

આજે બોલિવૂડ સ્ટાર આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) પોતાનો 35મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે અને આજે જ તેને જબરદસ્ત સાચાર મળ્યા છે. આયુષ્યમાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ડ્રીમ ગર્લ (Dream Girl) તેની કરિયરની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે. 

BOX OFFICE પર 'Dream Girl'ની ધમાલ, આયુષ્યમાનને લાગી છે જબરી લોટરી

નવી દિલ્હી : આજે બોલિવૂડ સ્ટાર આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) પોતાનો 35મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે અને આજે જ તેને જબરદસ્ત સાચાર મળ્યા છે. આયુષ્યમાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ડ્રીમ ગર્લ (Dream Girl) તેની કરિયરની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે. આ સિવાય આ વર્ષે રિલીઝ થયેલી મિડ રેન્જની તમામ ફિલ્મોમાં આયુષ્યમાનની ડ્રીમ ગર્લ (Dream Girl) સૌથી મોટી ઓપનર સાબિત થઈ છે. આ ફિલ્મે 10.05 કરોડ રૂપિયાની પહેલા દિવસે કમાણી કરી છે. 

આ વર્ષની મિડ રેન્જની ફિલ્મોની વાત કરીએ તો વિક્કી કૌશલની ઉરીને 8.20 કરોડ રૂપિયાનું, કાર્તિક આર્યન અને કૃતિ સેનનની લુક્કા છુપ્પીને 8 કરોડ રૂપિયાનું તેમજ છિછોરેને 7.32 કરોડ રૂપિયાનું ઓપનિંગ મળ્યું છે. આયુષ્યમાન ખુરાનાની વાત કરીએ તો ડ્રીમ ગર્લે તેની તમામ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મને બધાઈ હો (7.35 કરોડ), આર્ટિકલ 15(5.02 કરોડ), અંધાધુન (2.70 કરોડ), શુભ મંગલ સાવધાન (2.71 કરોડ) જેવી ફિલ્મો કરતા વધારે ઓપનિંગ મળ્યું છે. આ વર્ષ આયુષ્યમાન માટે ખાસ રહ્યું છે. તેની ફિલ્મ બધાઇ હોને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. 

સિને જગતમાં આયુષ્યમાન ખુરાનાનો અંદાજ અન્ય કલાકારો કરતાં થોડો અલગ છે. સ્પેશિયલ પ્લોટ પર બનતી ફિલ્મોમાં ખાસ કામ કરે છે પરંતુ આયુષ્યમાને હવે નવો કમાલ કર્યો છે. એ પોતાની ફિલ્મોને સમય મર્યાદામાં પૂરી કરવામાં પણ અવ્વલ માનવામાં આવે છે. આયુષ્યમાને પોતાની આગામી ફિલ્મ ગુલાબો સિતાબોનું શૂટિંગ માત્ર 22 દિવસમાં પૂરૂ કરી લીધું છે. ગુલાબો સિતાબોનું શૂટિંગ લખનૌમાં કરાયું છે. આ ફિલ્મમાં તે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન સાથે દેખાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news