ધર્મેન્દ્રએ શેર કરી સની દેઓલના બાળપણની તસવીર

આ જૂના ફોટોમાં સની નિર્દોષતાની સાથે ઉભેલો જોવા મળી રહ્યો છે. ફોટોને શેર કરતા ધર્મેન્દ્રએ સનીને પોતાનો સૌથી નિર્દોષ પુત્ર ગણાવ્યો છે. 

ધર્મેન્દ્રએ શેર કરી સની દેઓલના બાળપણની તસવીર

નવી દિલ્હીઃ બોલીવુડના અભિનેતા ધર્મેન્દ્ર હવે ભલે ફિલ્મમાં ઓછા જોવા મળતા હોય પરંતુ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. હાલમાં તેમણે પોતાના પુત્ર સની દેઓલની બાળપણની એક તસવીર શેર કરી છે. 

આ જૂના ફોટોમાં સની નિર્દોષતા સાથે ઉભો જોવા મળી રહ્યો છે. ફોટોને શેર કરતા ધર્મેન્દ્રએ લખ્યું, 'મારો સૌથી નિર્દોષ બાળક, હું તેની તસવીર પોતિયા વગર ક્લિક કરવા ઈચ્છતો હતો. સનીએ કહ્યું, નહીં પાપા નહીં. દોસ્તો, તેની નિર્દોષતા મને આજે પણ દુખી કરી દે છે. સની, લવ યૂ માઇ સન. 'પલ પલ દિલ કે પાસ' રહેવા માટે શુભકામનાઓ.'

— Dharmendra Deol (@aapkadharam) September 1, 2019

મહત્વનું છે કે પલ પલ દિલ કે પાસનું દિગ્દર્શન સની દેઓલે કર્યું છે અને તેણે તેને પ્રોડ્યૂસ પણ કરી છે. ફિલ્મથી સની દેઓલનો પુત્ર કરણ દેઓલ બોલીવુડમાં પર્દાપણ કરવા જઈ રહ્યો છે. 20 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં કરણની ઓપોઝિટ સહર બાંબા જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news