ડ્રગ્સના પૈસા આપો અને સંબંધ બનાવો...યુવતીએ અનેક યુવકોને આપી ખતરનાક HIV બીમારી
ઉત્તરાખંડના નૈનીતાલમાં એઈડ્સના સંક્રમણનો એક ચોંકાવનારો મામલો સામે આવતા જ હડકંપ મચી ગયો છે. અહીં એક 17 વર્ષની છોકરી સાથે સંબંધ બનાવવાના કારણે 19થી વધુ યુવકો એચઆઈવી પોઝિટિવ મળી આવ્યા.
Trending Photos
ઉત્તરાખંડના નૈનીતાલમાં એઈડ્સના સંક્રમણનો એક ચોંકાવનારો મામલો સામે આવતા જ હડકંપ મચી ગયો છે. અહીં એક 17 વર્ષની છોકરી સાથે સંબંધ બનાવવાના કારણે 19થી વધુ યુવકો એચઆઈવી પોઝિટિવ મળી આવ્યા. મીડિયા રિપોર્ટ્સ મુજબ સગીરાને હેરોઈનની લત છે. તેણે ડ્રગ્સ માટે છોકરાઓ સાથે સંબંધ બનાવ્યા. થોડા પૈસા લઈને ડ્રગ્સની ખરીદી કરી.
નૈનીતાલના જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે આ એક ચોંકાવનારી ઘટના છે. અમે આ મામલે તત્કાળ કાર્યવાહી કરી રહ્યા છીએ. છોકરીને નશાની લતના કારણે આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ પેદા થઈ. છોકરી સાથે અમે સંપર્કમાં છીએ. તેને સલાહ અને સહાયતા અપાઈ રહ્યા છે. તેની નશાની લત છોડાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે.
યુવકો એચઆઈવી પોઝિટિવ થયા કેવી રીતે ખબર પડી?
નૈનીતાલમાં એક સાથે આટલા બધા યુવકોમાં એચઆઈવી ફેલાવવાની ઘટનાથી લોકો આશ્ચર્યચકિત છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે યુવકો બીમાર થવા લાગ્યા. તેઓ સારવાર માટે રામદત્ત જોશી સંયુક્ત હોસ્પટિલના એકીકૃત પરામર્ અને પરીક્ષણ કેન્દ્ર (આઈસીટીસી)માં પહોંચ્યા. યુવકોમાં એચઆઈવીના લક્ષણો હતા. નૈનીતાલના રામનગરની હોસ્પિટલમાં બધાના ટેસ્ટ કરાવવામાં આવ્યા. રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મામલાની તપાસ કરાઈ તો તમામ યુવકો વચ્ચે એક કડી જોડાતી જોવા મળી. તમામે એ યુવતી સાથે સંબંધ બનાવ્યા હતા. ત્યારબાદ યુવતીનો પણ ટેસ્ટ કરાવવામાં આવ્યો તો તે પણ એચઆઈવી પોઝિટિવ હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે છોકરીને પોતાની નશાની લત પૂરી કરવા માટે પૈસાની જરૂર રહેતી હતી. પૈસા માટે તેણે સ્થાનિક યુવકો સાથે સંબંધ બનાવ્યા. યુવકોને ખબર નહતી કે તે એચઆઈવી સંક્રમિત છે. નૈનિતાલના મુખ્ય ચિકિત્સા અધિકારી હરીશ ચંદ્ર પંતે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે અહીં સામાન્ય રીતે વર્ષમાં લગભગ એચઆઈવીના 20 જેટલા કેસ પોઝિટિવ આવે છે. આ વર્ષે ફક્ત પાંચ મહિનાની અંદર જ 19 નવા કેસ સામે આવ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે