બેંગલુરૂમાં દીપિકા-રણવીરનું રિસેપ્શન શરૂ, જુઓ પ્રથમ તસ્વીર

દીપિકા અને રણવીરના લગ્નનું રિસેપ્શન બેંગલુરૂની હોટલ ધ લીલા પેલેસમાં થઈ રહ્યું છે. તો બીજીતરફ મુંબઈમાં આ કપલનું રિસેપ્શન 1 ડિસેમ્બરે યોજાશે. 
 

બેંગલુરૂમાં દીપિકા-રણવીરનું રિસેપ્શન શરૂ, જુઓ પ્રથમ તસ્વીર

નવી દિલ્હીઃ ઈટાલીમાં લગ્નના જશ્ન બાદ દીપિકા કાપુદોણ અને રણવીર સિંહના લગ્નનું પ્રથમ રિસેપ્શન બેંગલુરૂમાં શરૂ થઈ ગયું છે. તેવામાં આ રિસેપ્શનમાંથી દીપિકા અને રણવીરની પ્રથમ તસ્વીર સામે આવી છે. પોતાના રિસેપ્શનમાં દીપિકા શાનદાર ગોલ્ડન સાડી અને લીલા રંગના ઘરેણામાં સજેલી છે. જ્યારે રણવીર સિંહ શેરવાનીમાં જોવા મળ્યો છે. 

14-15 નવેમ્બરે ઈટાલીમાં લગ્ન કર્યા બાદ આ જોડી એક દિવસ પહેલા બેંગલુરૂ પહોંચી છે. ઈટાલીમાં કોંકણી અને સિંધી લગ્ન બાદ આજે આ જોડીની ફેન્સ રાહ જોતા હતા કે આખરે દીપિકા પોતાના રિસેપ્શનમાં ક્યા લુકમાં જોવા મળશે. પોતાના લગ્નમાં દીપિકા અને રણવીર ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીના ડ્રેસ અને ઘરેણા પહેર્યા હતા. 

deepika padukone

દીપિકા અને રણવીરના લગ્નનું રિસેપ્શન બેંગલુરૂની હોટલ ધ લીલા પેલેસમાં થઈ રહ્યું છે. તો બીજી તરફ મુંબઈમાં આ જોડીના લગ્નનું રિસેપ્શન 1 ડિસેમ્બરે યોજાવાનું છે. મુંબઈમાં આ જોડીનું રિસેપ્શન હોટલ હ્રાન્ડ હયાતમાં થશે, જેના આમંત્રણ કાર્ડ મહેમાનો સુધી પહોંચી ગયા છે. 

— Spice (@SpiceSocial1) November 21, 2018

રિસેપ્શન પહેલા દીપિકા પોતાના લગ્ન રિસેપ્શન સ્થળ પર પહોંચી અને તેણે તમામ તૈયારીનું નીરિક્ષણ કર્યું હતું. આજની આ રિસેપ્શન પાર્ટીમાં મહેમાનોને સંપૂર્ણ રીતે સાઉથ ઈન્ડિયન ભોજન પિરસવામાં આવશે. 

A post shared by Manav Manglani (@manav.manglani) on

રણવીર અને દીપિકાએ 14-15 નવેમ્બરે ઈટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. આ બંન્નેએ કોંકણી અને સિંધી રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહની કોઈ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ નથી. પોતાના બેંગલુરૂના રિસેપ્શનના એક દિવસ પહેલા દીપિકા અને રણવીરે પોતાના કોંકણી અને સિંધી લગ્નથી લઈને પોતાના મેંહદી સુધીની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસ્વીરોમાં આ જોડી શાનદાર લાગી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news