260 કરોડના કૌભાંડી વિનય શાહ અને સ્વપ્નિલ રાજપૂત વચ્ચેની વાતચીતની 7 ઓડિયો ક્લિપ વાયરલ

ઓડિયો ક્લિપ પ્રમાણે 31 ડિસેમ્બરે વિનય શાહ એક પ્રોગ્રામ કરવાનો હતો, જેમાં આક્રમક વાતચીત કરવાનો હોવાને કારણે પોતાની સુરક્ષા માટે બાઉન્સર, પોલીસ રક્ષણ અને વકીલોને હાજર રાખવાની વાત કરે છે. 

 260 કરોડના કૌભાંડી વિનય શાહ અને સ્વપ્નિલ રાજપૂત વચ્ચેની વાતચીતની 7 ઓડિયો ક્લિપ વાયરલ

અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં આર્ચર કેર નામે કંપની ખોલી 260 કરોડનું કૌભાંડ કરનાર વિનય શાહ  અને તેની પત્ની ભાર્ગવી શાહની ભાજપના નેતા સુરેન્દ્ર રાજપૂતના પુત્ર સ્વપ્નિલ રાજપૂત સાથેની સાત ઓડિયો  ક્લિપ સામે આવી છે. જેમાં સમગ્ર મામલાને રફેદફે કરવાની વાતચીત થઈ હોવાનું બહાર આવ્યું છે. આ ઓડિયો  ક્લિપમાં સ્વપ્નિલ રાજપૂત કંપનીને 200થી લઈને 2000 કરોડ સુધી પહોંચાડવાની વાત કરે છે. 

ઓડિયો ક્લિપ પ્રમાણે 31 ડિસેમ્બરે વિનય શાહ એક પ્રોગ્રામ કરવાનો હતો, જેમાં આક્રમક વાતચીત કરવાનો  હોવાને કારણે પોતાની સુરક્ષા માટે બાઉન્સર, પોલીસ રક્ષણ અને વકીલોને હાજર રાખવાની વાત કરે છે.  જનકસિંહદ્વારા જે પૈસાની વાત કરવામાં આવે છે. તે મેટરને પતાવવા માટે પણ સ્વપ્નિલ રાજપૂતને તેણે કહ્યું  હોવાની વાત આ ઓડિયો ક્લિપમાં સામે આવી છે. 

આ ઓડિયો ક્લિપમાં મીડિયાકર્મીઓ અને લોકોને પૈસા આપવાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે  લોકો પૈસા માટે વિનયને ધમતી આપતા તે અંગે તે સ્વપ્નિલને જણાવતો હતો. એક ફરિયાદના સંદર્ભમાં  સ્વપ્નિલ વિનયને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિને 50 હજાર અને દર મહિને 25 હજાર આપવા માટે કહે  છે. આ ઓડિયો ક્લિપમાં ક્યા પોલીસ અધિકારીને પૈસા આપવાની વાત કરે છે તેનું નામ સામે આવ્યું નથી. 

જુઓ એક ઓડિયો ક્લિપની વાતચીતના અંશો- વિનય-સ્વપ્નીલની કથિત ઓડિયો ક્લિપ  

સ્વપ્નીલ: હવે બધુ પતિ ગયું છે, પેલો સરફરાજ છે ને તેને મેં 15 હજાર રૂપિયા આપ્યા હતા, તેણે કહ્યું કે હું કોર્ટમાં ખોટું બોલી બતાવીશ. બધું સાચવી લઈશ. તમે મારૂ સાચવી લેજો. 

વિનય શાહ: મને એનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી ફોન આવી ગયો. મેં એને કહ્યું તમારો નંબર છે તમને ઓફિસે પહોંચી ફોન કરું.

સ્વપ્નીલ: ઓકે, એને બીજા પચાસ હજાર જેવું કરી આપજો. એને દર મહિને 25 હજાર બાંધી આપવાના. એટલે આવી કંઇ ફરિયાદ આવે એટલે એ સાચવી લે. 

વિનય શાહ: તમે કહો તેમ.

સ્વપ્નીલ: અડધી રાત્રે એ આપણને કામમાં આવશે. આપણે ક્યાં PI સાથે માથાકૂટ કરવી.

વિનય શાહ: મને સમજાવો આ કૉસન થઈ ગયું એટલે શું ?
 
સ્વપ્નીલ: એટલે તમારી અને ભાર્ગવી ભાભી સામેની તમામ ફરિયાદ રદ થઈ ગઈ, ઉડી ગઈ..ખતમ.. નસ્તે નાબુદ..વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વિનય શાહ અને ભાર્ગવી શાહ પર એક પણ કેસ નથી. આર્ચર કેર પર કોઈ કેસ નથી.

વિનય શાહ: ઓકે, ડન..

સ્વપ્નીલ: હવે હું આને મીડિયામાં પોઝીટીવ નાખવાનું શરૂ કરું છું..

વિનય શાહ: ઓકે

સ્વપ્નીલ: હવે આપણે સામેવાળાનું જે કરવાનું છે તે પતાવી દઈશું. આજે સવારે મળ્યો તો એમને. આ પરપ્રાંતિઓનું જે ચાલે છે તેમાં તેઓ પડ્યા છે. યુનિફોર્મ પહેરીને ગાયકવાડ હવેલી ફરતા હતા. તેમણે કહ્યું એકબે દિવસમાં પતાવી દઈએ.

વિનય શાહ: ઓકે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news