Deepika Padukon ને લાગ્યો પતિનો રંગ! કાબરચિત્રા ચિતરા પહેરી 'ફિફા'માં ફરતી હતી, લોકોએ કરી મસ્તી

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે લુસેલ સ્ટેડિયમમાં ફીફા વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કરીને ઈતિહાસ રચ્યો. પરંતુ અભિનેત્રી તેના આઉટફીટને કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે.  ફિલ્મ પઠાણ બાદ દીપિકા પાદુકોણ તેના ફીફા ટ્રોફી લોન્ચમાં પહેરેલા આઉટફીટને કારણે થઈ ટ્રોલ.

Deepika Padukon ને લાગ્યો પતિનો રંગ! કાબરચિત્રા ચિતરા પહેરી 'ફિફા'માં ફરતી હતી, લોકોએ કરી મસ્તી

Deepika Padukon : વિશ્વની સૌથી મોટી રમતગમત સ્પર્ધાના કેન્દ્રસ્થાને રહેવાનું સન્માન મેળવવા બદલ બધાએ દીપિકા પાદુકોણની પ્રશંસા કરી હોવા છતાં, ઘણા લોકોએ ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં પહેરેલા પોશાકની ટીકા પણ કરી હતી. ત્યારે દિપીકાએ ટ્રોલર્સને જવાબ આપ્યો હતોકે, તે કૂલ છે. આ આઉટફીટ ખુબ જ કમ્પફર્ટ છે.

ફિલ્મ પઠાણને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે(Deepika Padukone) લુસેલ સ્ટેડિયમ(Lusail Stadium)માં ફીફા વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કરીને ઈતિહાસ રચ્યો છે. ભૂતપૂર્વ સ્પેનિશ ગોલકીપર ઈકર કેસિલાસે દીપિકા પાદુકોણ સાથે ફિફા વર્લ્ડ કપ ટ્રોફી લોન્ચ કરી હતી. આમ કરનાર તે પ્રથમ ગ્લોબલ સ્ટાર બની હતી. જો કે, આ બધાની વચ્ચે દીપિકા પાદુકોણ અને લૂઈસ વુટન આઉટફિટ ટ્રોલ થઈ રહ્યાં છે. 

FIFA વર્લ્ડ કપના ફાઈનલ માટે, દીપિકા પાદુકોણ સફેદ શર્ટ અને લેધર ઓવરકોટ પર બ્લેક બેલ્ટ સાથે લૂઝ બ્લેક પેન્ટ પહેરેલી જોવા મળી હતી. તેના લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે તેના વાળને સ્લીક બનમાં બાંધ્યા હતા. જ્યાં એક તરફ તેના સ્મિત પર ચાહકોના દિલોદિમાગ છવાઈ ગયા, તો બીજી તરફ તેના લૂઈસ વુટનના આઉટફિટથી ઘણા લોકો ગુસ્સે થયા.

 

વાસ્તવમાં દીપિકા લક્ઝરી બ્રાન્ડ લુઈસ વુટનની બ્રાન્ડ એમ્બેસેડર છે. આ આઉટફિટ માટે તે ટ્રોલ થઈ રહી છે. FIFA તરફથી તેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર સામે આવતાની સાથે જ દીપિકાને તેની સ્ટાઈલ માટે ઘણા લોકો દ્વારા ટ્રોલ કરવામાં આવી હતી. એક યુઝરે લખ્યું, "લૂઈસ વુટને તેના પહેરવા માટે તમને કંઈક સારું આપવું જોઈતું હતું, તમે તેની સાથે આવું કેમ કરી રહ્યા છો?" બીજાએ પૂછ્યું, "દીપિકાની બેગમાં શું છે?" ત્રીજાએ કહ્યું, "પણ શા માટે, તે ડફેલ બેગ જેવો પોશાક પહેર્યો છે.

દીપિકા પાદુકોણને FIFA વર્લ્ડ કપ ટ્રોફી લોન્ચ કરવા માટે પસંદ કરવામાં આવી હતી કારણ કે ટ્રોફી કેસ વૈશ્વિક લક્ઝરી બ્રાન્ડ લુઈસ વુટન દ્વારા બનાવવામાં આવ્યો હતો અને ડિઝાઇન કરવામાં આવ્યો હતો. દીપિકા આ ​​લક્ઝરી બ્રાન્ડની એમ્બેસેડર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news