કલાકારો પર કોરોનાનો કહેર, વધુ એક મ્યુઝિશિયનનું વાયરસને લીધે નિધન


જાણીતા ડેવિડ બોવીના ગિટારિસ્ટનું કોરોના વાયરસને કારણે નિધન થયું છે. 

કલાકારો પર કોરોનાનો કહેર, વધુ એક મ્યુઝિશિયનનું વાયરસને લીધે નિધન

નવી દિલ્હીઃ પ્રસિદ્ધ બેસ ગિટારિસ્ટ મેથ્યૂ સેલિગમેન (Matthew Seligman)નું 64 વર્ષની ઉંમરે કોરોના વાયરસને કારણે નિધન થયું છે. તેમણે 1985માં લાઇવ એડમાં દિવંગત સંગીત આઇકોન ડેવિડ બોવી (David Bowie)ની સાથે પરફોર્મ કર્યું હતું. 

1980ના દાયકામાં ન્યૂ વેવના દ્રશ્યમાં સેલિગમેનને તેમની ભૂમિકા માટે ઓળખવામાં આવે છે. તેઓ ધ સોફ્ટ બોયઝ અને ધ થઓમ્પસન ટ્વિન્સના સભ્ય હતા, જે થોમસ ડોલ્બીની સાથે સહયોગ કરી રહ્યાં હતા. 

ડેલીમેલના રિપોર્ટ અનુસાર, ડોલ્બીએ સેલિગમેનના મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું કે, સ્ટારની યાદમાં યૂટ્યૂબ પર એક લાઇવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 

તો કોરોના વાયરસે વિશ્વમાં કહેર મચાવ્યો છે. ભારતમાં અત્યાર સુધી 17 હજારથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. તો 500 કરતા વધુ લોકોના મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news