Dadasaheb Phalke IFF: અભિનેત્રી આશા પારેખને આપવામાં આવશે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર

Dadasaheb Phalke: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તે વાતની પુષ્ટિ કરી છે કે આ વર્ષે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને આપવામાં આવશે. 

Dadasaheb Phalke IFF: અભિનેત્રી આશા પારેખને આપવામાં આવશે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર

નવી દિલ્હીઃ Asha Parekh Dada Saheb Phalke: દાદાસાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ  (Dadasaheb Phalke International Film Festival Awards) 2022 આ વર્ષે દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Union Minister Anurag Thakur) આ વાતની જાણકારી આપી છે. 

આશા પારેખના પિતા હતા ગુજરાતી
આશા પારેખનો જન્મ 2 ઓક્ટોબર 1942ના થયો હતો. આશા પારેખના માતા વોહરા મુસ્લિમ હતા અને તેમના પિતા બચુભાઈ પારેખ ગુજરાતી હતા. આશા પારેખે નાની ઉંમરમાં બાળ કલાકાર તરીકે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. 1952માં તેમણે માં ફિલ્મથી બાળ કલાકાર તરીકે અભિનયની દુનિયામાં પગ મુક્યો હતો. 

79 વર્ષીય આશા પારેખે દિલ દેકે દેખો, કટી પતંગ, તીસરી મંજિલ અને કારવાં જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને હિન્દી સિનેમામાં આઇકોનિક અભિનેત્રી માનવામાં આવે છે. આ પહેલા 2019નો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને આપવામાં આવ્યો હતો. આશા પારેખે 1990ના દાયકાના અંતમાં પ્રશંસનિત ટીવી ધારાવાહિક કોરા કાગજનું દિગ્દર્શન કર્યું હતું. એક નિર્માતા અને નિર્દેશક તરીકે પણ તેમનું કામ અભૂતપૂર્વ રહ્યું છે. 

પોતાના સમયના સૌથી મોંઘા અભિનેત્રી રહ્યાં છે હિટ ગર્લ આશા પારેખ
આશા પારેખને ભારતીય સિનેમામાં ધ હિટ ગર્લના નામથી ઓળખવામાં આવે છે. તેમણે પોતાના કરિયરમાં કોમર્શિયલ ફિલ્મોમાં ખુબ પ્રશંસા મેળવી છે. આશા પારેખ પોતાના સમયના સૌથી મોંઘા અભિનેત્રી હતા. બોલીવુડમાં 1960 અને 1970ના દાયકામાં તેમના નામે સૌથી વધુ હિટ ફિલ્મ આપવાનો રેકોર્ડ છે. આશા પારેખની પોપુલર ફિલ્મોમાં જબ પ્યાર કિસી સે હોતા હૈ  (1961), ફિર વહી દિલ લાયા હૂં (1963), તીસરી મંજિલ (1966), બહારો કે સપને (1967), પ્યાર કા મૌસમ (1969), કટી પતંગ (1970) અને કારવાં (1971) સામેલ છે. આશા પારેખે નાસિર હુસૈનની ફિલ્મ મંજિલ મંજિલમાં પણ એક કેમિયો કર્યો હતો. 

1992માં મળ્યો હતો પદ્મ પુરસ્કાર
વર્ષ 1992માં આ પહેલા સિનેમા ક્ષેત્રમાં યોગદાન આપવા માટે ભારત સરકાર દ્વારા તેમનું પદ્મશ્રીથી સન્માન કરવામાં આવ્યું હતું. આશા પારેખને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ લિવિંગ લેજેન્ડ એવોર્ડથી સન્માનિત કર્યાં હતા. આશા પારેખ સેન્સર બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ પણ રહ્યાં હતા. 

ફિલ્મોથી દૂર, મુંબઈમાં ચલાવે છે ડાન્સ એકેડમી
વર્તમાન સમયમાં તે ફિલ્મોથી દૂર મુંબઈમાં પોતાની ખુદની એક ડાન્સ એકેડમી ચલાવે છે. આ સિવાય તેઓ સાંતા ક્રૂઝ વિસ્તારમાં આશા પારેખ હોસ્પિટલનું કામ પણ જુએ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news