કોરોનાને હંફાવવા માટે હવે બોલિવૂડનો 'દબંગ' સલમાન ખાન પણ મેદાનમાં
કોરોના વાયરસ વિરુદ્ધની જંગમાં બોલિવૂડનો દબંગ સલમાન ખાન પણ મેદાને આવી ગયો છે. દેશ પર આવી પડેલા આ સંકટ વચ્ચે રોજેરોજ કમાઈને ખાનારા મજૂરો માટે તે મોટું કામ કરવા જઈ રહ્યો છે. દબંગ ખાને 25000 મજૂરોની એકાઉન્ટ ડિટેલ્સ માંગી છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધની જંગમાં બોલિવૂડનો દબંગ સલમાન ખાન પણ મેદાને આવી ગયો છે. દેશ પર આવી પડેલા આ સંકટ વચ્ચે રોજેરોજ કમાઈને ખાનારા મજૂરો માટે તે મોટું કામ કરવા જઈ રહ્યો છે. દબંગ ખાને 25000 મજૂરોની એકાઉન્ટ ડિટેલ્સ માંગી છે.
દેશભરમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત અગાઉ એટલે કે 19 માર્ચથી જ બોલિવૂડમાં કોઈ પણ ફિલ્મનું શુટિંગ ચાલુ નથી. આવામાં ફિલ્મો, ટીવી સિરિયલ્સ, જાહેરાતો અને વેઝ શોઝના શુટિંગ સાથે જોડાયેલા આવા જ મજૂરો પર બે ટંકના ભોજનનું સંકટ આવી ગયુ છે. પરંતુ હવે આ મુશ્કેલ પળમાં સલમાન ખાને આવા જ મજૂરો માટે મદદનો હાથ આગળ વધાર્યો છે.
મળતી માહિતી મુજબ સલમાન ખાને ઈન્ડસ્ટ્રીની માતૃ સંસ્થા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)ને ફોન કરીને 25000 આવા જ મજૂરોના બેંક ખાતાની માહિતી માંગી છે. જેથી કરીને તેમના સુધી આર્થિક મદદ પહોંચાડી શકાય. હવે તો એ સ્પષ્ટ થઈ ગયુ છે કે સલમાન ખાન મજૂરો માટે મોટું પગલું ભરવા માટે તૈયાર છે.
અમારી સહયોગી વેબસાઈટમાં પ્રકાશિત અહેવાલ મુજબ એક સૂત્રએ જણાવ્યું કે સલમાન ખાન ફિલ્મ્સના સીઈઓ શમીરા નામ્બિયારે થોડા દિવસ પહેલા મજૂરોની મદદને લઈને ફેડરેશનને ફોન કર્યો હતો. મેં તેમને જણાવ્યું કે આમ તો ફેડરેશન સાથે અલગ અલગ પ્રકારે પાંચ લાખ વર્કર્સ જોડાયેલા છે. પરંતુ રોજ કમાઈને ખાનારા મજૂરો લગભગ 25000 છે. ત્યારબાદ અમને ત્રણ દિવસ બાદ ફરીથી ફોન આવ્યો અને તેમણે 25000 આવા ડેઈલી વેજીસ મજૂરોના બેંક ખાતા અંગે જાણકારી માંગી, જે અમે તેમને મોકલી દીધી છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે આ અઠવાડિયાની શરૂઆતમાં કરણ જૌહર, આયુષ્યમાન ખુરાના, કિયારા અડવાણી, તાપસી પન્નુ, સિદ્ધાર્થ મલ્હોત્રા, નિતિશ તિવારી સહિત અન્ય લોકોએ પણ આવા ડેઈલી વેજીસ મજૂરોને સપોર્ટ કરવાની જાહેરાત કરી હતી. I Stand With Humanity નામના ઈનિશિએટિવ સાથે આ સર્ટાર્સ મજૂરોને 10 દિવસનો જરૂરી સામાન અને ભોજપ પહોંચાડવામાં મદદ કરશે.
18 માર્ચના રોજ Producers Guild of India એ ફિલ્મ, ટિલિવિઝન અને વેબસિરીઝના ડેઈલી વેજીસ મજૂરો માટે રિલીફ ફંડ બનાવવાની જાહેરાત કરી હતી. કોરોના વાયરસના કારણે લોકડાઉનની જાહેરાત બાદ ડાઈરેક્ટર અનુરાગ કશ્યપ, સુધીર મિશ્રા, વિક્રમાદિત્ય મોટવાણી સહિત અન્ય લોકોએ ડેઈલી વેજીસ મજૂરો માીટે ચિંતા વ્યક્ત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે