Film Trends: કોન્ડોમનો પ્રચાર ગયો બેકાર, શું સેક્સુઅલી ફિલ્મ- વેબ સીરિઝ ડો. અરોરા અને થાઈ મસાજ ઘૂમ મચાવશે?

Film Trending: આગામી દિવસોમાં બે એવા કન્ટેન્ટ રિલીઝ થવા માટે તૈયાર છે, જેનો સીધો સંબંધ સેક્સુઅલ હેલ્થ સાથે છે. બન્નેની જાહેરાત થઈ ચૂકી છે. એક વેબ સીરિઝ અને બીજી ફિલ્મ. સોની લિવ પોતાના પ્લેટફોર્મ પર ડો. અરોડા (ગુપ્ત રોગ વિશેષજ્ઞ) નામની વેબ સીરિઝ લાવી રહ્યા છે.

Film Trends: કોન્ડોમનો પ્રચાર ગયો બેકાર, શું સેક્સુઅલી ફિલ્મ- વેબ સીરિઝ ડો. અરોરા અને થાઈ મસાજ ઘૂમ મચાવશે?

Coming soon: પુરુષો માટે સુરક્ષિત સેક્સ માટે કોન્ડોમનો ઉપયોગ કરવાનો મેસેજ આપનાર ફિલ્મ જનહિત મેં જારી ખરાબ રીતે ફ્લોપ થઈ ચૂકી છે. પહેલા અઠવાડિયામાં આ ફિલ્મે મુશ્કેલથી 3.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. જ્યારે નિર્માતાઓને આશા હતી કે આ ફિલ્મને જોવા માટે ટિકીટ બારીઓ પર લોકોની લાઈનો લાગશે, પરંતુ એવું કશું થયું નહીં. ટેબૂ તરીકે જાણીતા સેક્સ જેવા વિષય પર અગાઉ વિકી ડોનર, શુભ મંગલ સાવધાન, ગુડ ન્યૂઝ, બધાઈ હો, ખાનદાશી શફાખાના, મિમી અને હેલ્મેટ જેવી ફિલ્મો બની ચૂકી છે. તેમની કહાનીઓ સામાન્ય રીતે જાતીય સ્વાસ્થ્ય સાથે જોડાયેલી રહી છે. આમાંથી કેટલીક ફિલ્મો ચાલી અને કેટલીક ન ચાલી.

પરંતુ આગામી દિવસોમાં બે એવા કન્ટેન્ટ રિલીઝ થવા માટે તૈયાર છે, જેનો સીધો સંબંધ સેક્સુઅલ હેલ્થ સાથે છે. બન્નેની જાહેરાત થઈ ચૂકી છે. એક વેબ સીરિઝ અને બીજી ફિલ્મ. સોની લિવ પોતાના પ્લેટફોર્મ પર ડો. અરોડા (ગુપ્ત રોગ વિશેષજ્ઞ) નામની વેબ સીરિઝ લાવી રહ્યા છે. તેનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. તમે યૂટ્યૂબ પર જોઈ શકો છો. સીરિઝના ટાઈટલથી સ્પષ્ટ છે કે તેમાં શું દેખાડવામાં આવશે. 

ટ્રેલર જોયા બાદ તમારા મનમાં રહેલા સવાલોનો જવાબ મળી જશે. આ સેક્સ લાઈફમાં કન્ફ્યૂજ અને પરેશાન લોકોની કહાની છે, જેમની મદદ ગુપ્ત રોગ વિશેષજ્ઞ ડો. અરોડા કરશે. બદલાપુર, જોલી એલએલબી 2, આર્ટિકલ 15, રામ સિંહ ચાર્લી અને અનેક એવી ફિલ્મોમાં જોવા મળેલા અભિનેતા કુમુદ મિશ્રા તેમાં લીડ રોલ એટલે કે ડો. અરોડાની ભૂમિકા નિભાવી રહ્યા છે. વેબ સીરિઝની રીલિઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.

કોણ જઈ રહ્યું છે થાઈલેન્ડ
સેક્સ સાથે જોડાયેલા વિષય પર એક ફિલ્મ આવનાર છે, થાઈ મસાજ. તેનું ટાઈટલ પણ બધુ જ કહી રહ્યું છે. ફિલ્મમાં બધાઈ દો વાલે ગજરાવ રાવ અને મિર્ઝાપુર સીરિઝના મુન્ના એટલે કે દિવ્યેંદુ શર્મા લીડ રોલમાં છે. આ ફિલ્મ 26 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ ઉજ્જૈનમાં રહેનાર એક 70 વર્ષના એક એવા વ્યક્તિની કહાની છે, જે ઈરેક્ટાઈલ ડિસફંક્શ એટલે કે નપુંસકતાનો શિકાર છે. પરંતુ તેની ઈચ્છા છે કે પોતાના ફોટા પર માળા લાગે તે પહેલા એકવાર થાઈલેન્ડ જાય. શું આ વાત ફિલ્મના ટાઈટલથી સ્પષ્ટ છે. ત્રણ વાર રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મંગેશ હદાવલે ફિલ્મના ડાયરેક્ટર છે.

શું કરશે દર્શક
હવે જોવાનું એ છે કે હિન્દીના દર્શક આવા વિષય પર કેવી પ્રતિક્રિયા આપે છે. રોચક વાત એ છે કે વેબ સીરિઝ અને ફિલ્મ બન્નેના પ્રોડ્યૂસરના રૂપમાં ઈમ્તિયાજ અલીનું નામ સામે છે. એક સમય ઈમ્તિયાજ જબ વી મેચ, લવ આજ કલ, રોકસ્ટાર, હાઈવે, તમારા ઔર લવ આજકલ જેવી રોમેન્ટિક ફિલ્મ બનાવતા હતા. હવે દર્શકો વિચારવા મજબૂર બન્યા છે કે અચાનક તેમની પસંદગીનો ટ્રેક કેમ બદલાયો? નેટફ્લિક્સ પર શી અને શી 2 જેવી બોલ્ડ કન્ટેન્ટ પણ ઈમ્તિયાજે લખ્યું અને પ્રોડ્યૂસ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news