VIDEO : હવે રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરમાં યોજાઈ સાડી પહેરવાની સ્પર્ધા!

આ કલાકારની એક્ટિંગવાળી ફિલ્મ 'સ્ત્રી' 31 ઓગસ્ટ, 2018ના દિવસે થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે 

VIDEO : હવે રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરમાં યોજાઈ સાડી પહેરવાની સ્પર્ધા!

નવી દિલ્હી : રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત 'સ્ત્રી' બહુ જલ્દી મોટા પડદા પર રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ પહેલાં એના કલાકારો પ્રમોશનમાં લાગી ગયા છે. આ ફિલ્મના પ્રમોશન સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો છે જેમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર બંને સાડી પહેરવાની સ્પર્ધા કરતા નજરે ચડે છે. 

આ વીડિયોમાં શ્રદ્ધા કપૂર સાડી પહેરવાના મામલે રાજકુમાર રાવને હરાવી દે છે. રાજકુમાર ભલે સ્પર્ધામાં હારી જાય છે પણ તેણે વધારે સારી રીતે સાડી પહેરી હોય છે. વીડિયામાં શ્રદ્ધા સાડીને ફટાફટ લપેડી લે છે જ્યારે રાજકુમાર રાવ આરામથી યોગ્ય રીતે પાટલી વાળીને સાડી પહેરે છે. 

આ ફિલ્મના ડિરેક્ટર અમર કૌશિકછે. 'સ્ત્રી'ને મેડોક ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે અને એના પ્રોડ્યુસર છે દિનેશ વિજન, રાજ અને ડીકે છે. આ ફિલ્મ 31 ઓગસ્ટ, 2018ના દિવસે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ સિવાય રાજકુમાર રાવ 'મેડ ઇન ચાઇના', 'મેન્ટલ હૈ ક્યા' અને 'એક લડકી કો દેખા તો એસા લગા'માં પણ જોવા મળશે. શ્રદ્ધા કપૂર 'સ્ત્રી' પછી ડિરેક્ટર શ્રી નારાયણ સિંહની ફિલ્મ 'બત્તી ગુલ મીટર ચાલૂ'માં શાહિદ કપૂર સાથે જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news