Raju Srivastava Heart Attack: જીમમાં વર્કઆઉટ કરી રહેલા કોમેડિયનને આવ્યો હાર્ટ એટેક, એમ્સમાં દાખલ 

જાણીતા કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને હાર્ટ એટેક બાદ દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અહીં તેમના સ્વાસ્થ્ય પર નિગરાણી રાખવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેઓ જીમમાં એક્સસાઈઝ કરી રહ્યા હતા અને અચાનક ત્યારે જ હાર્ટ એટેક આવ્યો.

Raju Srivastava Heart Attack: જીમમાં વર્કઆઉટ કરી રહેલા કોમેડિયનને આવ્યો હાર્ટ એટેક, એમ્સમાં દાખલ 

Raju Srivastava News: જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક બાદ દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અહીં તેમના સ્વાસ્થ્ય પર સીનીયર ડોક્ટર્સ દ્વારા નિગરાણી રાખવામાં આવી રહી છે. રિપોર્ટ્સ મુજબ તેઓ દિલ્હીમાં જ હતા અને સવારે જીમમાં એક્સસાઈઝ કરી રહ્યા હતા અને અચાનક ત્યારે જ હાર્ટ એટેક આવ્યો. જે સમયે એટેક આવ્યો ત્યારે ટ્રેડ મિલ પર દોડતા હતા. 

મળતી માહિતી મુજબ ટ્રેડ મિલ પર દોડતા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો અને ત્યારબાદ તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા. જીમમાં અફરાતફરી મચી ગઈ. ત્યાં હાજર લોકો તેમને એમ્સમાં લઈ ગયા. અહીં તેમને ઈમરજન્સીમાં એડમિટ કરાયા. તાબડતોબ સારવાર ચાલુ થઈ. તેઓ બેભાન થઈ ગયા હતા આથી તેમને બેવાર CPR આપીને રિવાઈવ કરવામાં આવ્યા. હાલ તેમની સ્થિતિ નાજુક છે જેના પર એમ્સના ડોક્ટર નીતિશ ન્યાયની ટીમ તેમની નિગરાણી કરી રહ્યા છે. તેમને આઈસીયુમાં જ રાખવામાં આવ્યા છે. 

— Pooja Makkar (@reporter_pooja) August 10, 2022

59ની ઉંમરમાં આવ્યો એટેક
અત્રે જણાવવાનું કે રાજુ શ્રીવાસ્તવ 59 વર્ષના છે. તેઓ પહેલેથી હાર્ટની સમસ્યાથી પીડાતા હતા અને આવામાં ટ્રેડ મિલ પર દોડવું ભારે પડી ગયું. હેવી વર્ક આઉટ કરવા દરમિયાન તેમને હાર્ટ એટેક આવી ગયો. રાજુ શ્રીવાસ્તવની ગણતરી દેશના સારામાં સારા કોમેડિયનમાં થાય છે. તેઓ પોતાના સરળ અને અનોખા અંદાજને કારણે દરેકને હસાવતા રહે છે. આમ તો તેમણે અનેક ફિલ્મો પણ કરી પરંતુ તેમને ઓળખ ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જથી મળી. આ શો ઘરે ઘરે ફેમસ થઈ ગયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news