Chhapaak Movie Review: છપાક દીપિકા પાદુકોણની નવી ફિલ્મ કેવી છે? જાણો મૂવી રિવ્યૂ

છપાક મૂવી રિવ્યૂ (Chhapaak Movie Review): દીપિકા પાદુકોણ (Deepika Padukone) અભિનીત છપાક ફિલ્મ રિલીઝ થઇ છે. મેઘના ગુલઝારે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે શાયદ આવી જ ફિલ્મો માટે બની છે. તલવાર, રાઝી અને હવે છપાક મેઘનાએ લક્ષ્મી અગ્રવાલની લડાઇ, દર્દ અને એની દરેક પીડાને બખૂબી રીતે સિને પરદે ઉતારી છે. આવો જાણીએ દર્શકોને એ કેટલી પસંદ આવે છે.

Chhapaak Movie Review: છપાક દીપિકા પાદુકોણની નવી ફિલ્મ કેવી છે? જાણો મૂવી રિવ્યૂ

નવી દિલ્હી : એમણે મારો ચહેરો બદલ્યો છે... મારૂ મન નહીં. આ એજ ડાયલોગ છે જે સમગ્ર ફિલ્મમાં ગૂંજતો રહે છે. અહીં વાત દીપિકા પાદુકોણની બહુચર્ચિત ફિલ્મ છપાકની વાત છે. એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ પર આધારીત આ ફિલ્મ હકીકતમાં રૂવાડા ઉભા કરી દેનાર છે. ફિલ્મની ડાયરેક્ટર મેઘના ગુલઝારે ફરી એકવાર સાબિત કર્યું છે કે વાસ્તવિકતા આધારિત ફિલ્મ બનાવવામાં તે માહિર છે. મેઘના ગુલઝારે દર્શકો સામે લક્ષ્મીના રૂપમાં દીપિકા પાદુકોણને રજુ કરી છે. મેઘના સારી રીતે જાણે છે કે, તેણે દર્શકોને કેવી રીતે ખુશ કરવા છે. એ માટે તેણીએ વાર્તાને એક નવું રૂપ આપ્યો છે. 

ફિલ્મમાં એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના દરેક દર્દને દીપિકાએ પરદા પર બતાવ્યો છે. ફિલ્મ જોતા સમયે ઘણીવાર આંખમાં આંસુ આવી જાય એમ છે. દર્દ, આહટ અને કસણતો એ ચહેરો હકીકતમાં દીપિકાના રૂપમાં ફીટ બેસે છે. પરંતુ દર્શકો આ ફિલ્મમાં દીપિકાનો ગ્લેમરસ અવતાર મિસ કરશે. ફિલ્મમાં વિક્રાંત મૈસીની એક્ટિંગ ઉમદા છે. તે માલતીની ઢાલ બને છે અને દરેક તબક્કે મદદ કરે છે. 

મેઘના ગુલઝારે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે આવી ફિલ્મો માટે જ બની છે. તલવાર, રાઝી અને હવે છપાક, મેઘનાએ લક્ષ્મી અગ્રવાલની લડાઇ, દર્દ અને એના દરેક અહેસાસને બખૂબી રીતે સિને પરદે ઉતાર્યો છે. મેઘના સમજી ગઇ છે કે દર્શકોને કેવી ફ્લેવર ગમે છે અને કેવી ફિલ્મો પસંદ આવે છે. 

ફિલ્મમાં ઘણી જગ્યાએ કેટલાક સિન અલગ છે અને રિપીટ થતા હોય એવું લાગે છે. ફિલ્મની રાઇટર અતિકા ચૌહાણ અને મેઘનાએ શાનદાર ડાયલોગ્સ લખ્યા છે. જે તમને વિચારવા મજબૂર કરે એમ છે. ફિલ્મનું સંગીત શંકર એહેસાન લોયે આપ્યું છે. છપાકમાં અરિજીત સિંહનો અવાજ તમને ગમી જાય એવો છે. અરિજીતના ગીત સરસ છે. જે સાંભળી તમારી આંખો ભીની થઇ જાય એમ છે. ફિલ્મ 120 મિનિટની છે અને તમને ઝકડી રાખે એમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news