ભારતને લોહીયાળ કરવા 40 રોહિંગ્યાઓને બાંગ્લાદેશમાં અપાઈ રહી છે આતંકી ટ્રેનિંગ, વિદેશથી આવ્યું ફંડ

પાકિસ્તાન (Pakistan) બાંગ્લાદેશ બોર્ડરથી ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહ્યું છે. જે હેઠળ તે બાંગ્લાદેશી આતંકી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન (JMB)ને ફંડિંગ કરી રહ્યું છે.

ભારતને લોહીયાળ કરવા 40 રોહિંગ્યાઓને બાંગ્લાદેશમાં અપાઈ રહી છે આતંકી ટ્રેનિંગ, વિદેશથી આવ્યું ફંડ

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) બાંગ્લાદેશ બોર્ડરથી ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહ્યું છે. જે હેઠળ તે બાંગ્લાદેશી આતંકી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન (JMB)ને ફંડિંગ કરી રહ્યું છે. આ ફંડિંગ રોહિંગ્યાઓ (Rohingya) ને આતંકી ટ્રેનિંગ આપવા માટે કરી રહ્યું છે. ગુપ્તચર રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. 

એવો ખુલાસો થયો છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI બાંગ્લાદેશના કોક્સ બજારમાં રહેતા 40 રોહિંગ્યાઓને આતંકવાદની ટ્રેનિંગ આપી રહ્યું છે. પાકિસ્તાન આ ટ્રેનિંગ JMB એટલે કે બાંગ્લાદેશ (Bangladesh) ના સૌથી ખતરનાક આતંકી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન પાસે અપાવી રહ્યું છે. 

સૂત્રોએ જણાવ્યું છે કે પાકિસ્તાનને એજન્સીએ આતંકની ટ્રેનિંગ માટે સાઉદી અરબ, મલેશિયા, પાકિસ્તાન અને યુકે દ્વારા ફંડિંગ પણ કરાવ્યું છે. પહેલા હપ્તામાં આતંકની ટ્રેનિંગ માટે એક કરોડથી વધુનું ફંડ આપવામાં આવ્યું હોવાના અહેવાલ છે. 

જુઓ LIVE TV

ગુપ્તચર રિપોર્ટ સામે આવ્યાં બાદ JMB અને રોહિંગ્યાના આતંકી કનેક્શનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે NIA, BSF અને રોને અલર્ટ કરવામાં આવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news