Top 5 Indian Horror Web Series: રુંઆટા ઉભા કરી દેશે આ 5 વેબ સીરીઝ, કાચા પોચા લોકો ના કરતા હિંમત

ઘણાં લોકો હોરર ફિલ્મો જેવાના શોખીન હોય છે. મિત્રો સાથે બહાર ફરવા જાવ અને ત્યાં એક હવેલીમાં રોકાવ અને પછી રાત્રે ભૂત આવે...આવી કહાનીઓ તો આપણે બહુ જોઈ, પણ અહીં જે હોરર વેબ સીરીઝની વાત કરવામાં આવી છે તે જોવા માટે હિંમતની જરૂર છે. 

Top 5 Indian Horror Web Series: રુંઆટા ઉભા કરી દેશે આ 5 વેબ સીરીઝ, કાચા પોચા લોકો ના કરતા હિંમત

નવી દિલ્લીઃ મોટાભાગના લોકોને હૉરર ફિલ્મો પસંદ આવે છે. જોકે, હવે સારી હૉરર ફિલ્મો ખૂબ જ ઓછા પ્રમાણમાં બને છે. ત્યારે, આજે અમે તમારા માટે લાવ્યા છે ટોપ 5 હૉરર વેબ સીરીઝનું લિસ્ટ. જે જોઈ તમારા રુંઆટા ઉભા થઈ જશે. ઓટીટી પર લોકોને મનોરંજનનું ભંડાર હોય છે. આજે વેબ સીરીઝનો જમાનો છે, જ્યાં લોકો ભરપુર ઈમોશન, રોમાંસ, એક્શન અને ડ્રામા જોવા મળે છે. જ્યારે, આવે હૉરર વેબ સીરીઝની વાત તો આ માટે દર્શકો પાસે ખૂબ જ ઓછા ઓપ્શન છે. તેવામાં આજે અમે તમને ટોપ 5 ઈન્ડિયન હૉરર વેબ સીરીઝનું લિસ્ટ લઈને આવ્યા છે. જે તમારા રુંઆટા ઉભા કરી દેશે.

ગેહરાઈયાં-
આ હૉરર વેબ સીરીઝ એક છોકરી રૈયના કપૂરનું જે એક સર્જન છે, તેની સ્ટોરી છે. આ કેરેક્ટરને સંજીદા શેખે નિભાવ્યો છે. રૈયનાને તેની કોઈ ભૂતકાળની વાત હેરાન કરતી હોય છે. આ સીરીઝમાં ડર સાથે-સાથે ભરપૂર સસ્પેંસ પણ મળશે. આ સીરીઝના મેકર વિક્રમ ભટ્ટ છે. આ સીરીઝ વૂટ સિલેક્ટ પર જોવા મળશે.

 

 

ભ્રમ-
ભ્રમ એક સાઈકો હૉરર થ્રિલર વેબ સીરીઝ છે, જેમાં કલ્કિ કોચલિન એક પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરથી પીડિત છોકરીનો રોલ પ્લે કરી રહી છે. કલ્કિને હમેશા કોઈ છોકરી દેખાઈ છે. તેને પહેલાં લાગે છે કે આ માત્ર તેનો વહેમ છે, પણ પછી તેને ખબર પડે છે કે તે છોકરી 20 વર્ષ પહેલાં જ મરી ચુકી છે. આ સીરીઝ તમે ઝી 5 પર જોઈ શકો છો.

 

ટાઈપરાઈટર-
ટાઈપરાઈટર એક શાનદાર હૉરર વેબ સીરીઝ છે. 5 એપિસોડની સીરીઝ માં એક યુવાઓના ગૃપની સ્ટોરી બતાવવામાં આવી છે, જેમના પાડોશમાં એક હોન્ટેડ બંગ્લો હોય છે. ટ્વિસ્ટ એન્ડમાં જોવા મળે છે. જો તમે પણ એક સારી હિન્દી હૉરર વેબ સીરીઝની શોધમાં છો તો આ જરૂરથી જોવી.

 

 

 

ઘોલ-
રાધિકા આપ્ટે સ્ટારર ઘોલ એક દમદાર ઈન્ડિયન હૉરર વેબ સીરીઝ છે. જેની શરૂઆત એક અજીબ કેદીથી થાય છે. જે બાદ મિલેટ્રી સાથે અસામાન્ય ઘટનાઓ શરૂ થાય છે. આપને જણાવી દઈએ કે આ સીરીઝમાં માત્ર 3 એપિસોડ છે, પણ તે તમામ લોકોને ડરાવવા માટે કાફી છે.

 

 

પરછાઈ-
પરછાઈ પણ આ લિસ્ટમાં સામેલ છે. આ સીરીઝ રસ્કિન બૉન્ડની હૉરર સ્ટોરી પણ બની છે, જેમાં 12 શૉર્ટ હૉરર સ્ટીરો છે. તમે ઘરે બેઠા આને ઝી 5 પર જોઈ શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news