દિવ્યા ભારતીના મોત બાદ ફિલ્મના સેટ પર ઘટી હતી અજીબ ઘટના, બધા જપવા લાગ્યા હતા ગાયત્રી મંત્ર
દિવ્યા ભારતી ફિલ્મ લાડલાનું લગભગ 90 ટકા જેટલું શુટિંગ કરી ચૂકી હતી. પરંતુ અચાનક અવસાન થતા બોલીવુડમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મેકર્સે શ્રીદેવી સાથે ફિલ્મનુ શુટિંગ ફરીથી શરૂ કર્યું હતું. દિવ્યા ભારતીના નિધનના લગભગ 6 મહિના બાદ શ્રીદેવી ઔરંગાબાદમાં એક સીનનું શુટિંગ કરી રહી હતી ત્યારે અચાનક એક એવી ઘટના ઘટી. બધાના રૂવાડાં ઊભા થઈ ગયા હતા.
Trending Photos
દિવ્યા ભારતી ફિલ્મ લાડલાનું લગભગ 90 ટકા જેટલું શુટિંગ કરી ચૂકી હતી. પરંતુ અચાનક અવસાન થતા બોલીવુડમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મેકર્સે શ્રીદેવી સાથે ફિલ્મનુ શુટિંગ ફરીથી શરૂ કર્યું હતું. દિવ્યા ભારતીના નિધનના લગભગ 6 મહિના બાદ શ્રીદેવી ઔરંગાબાદમાં એક સીનનું શુટિંગ કરી રહી હતી ત્યારે અચાનક એક એવી ઘટના ઘટી. રવીના ટંડન સાથે સેટ પર હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા અને ગાયંત્રી મંત્રનો જાપ કરવા લાગ્યા હતા. રવીના ટંડને એક ઈન્ટરવ્યુમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું.
લાડલાની રિલીઝને 30 વર્ષ થઈ ગયા છે. શ્રીદેવી આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળી હતી. પરંતુ તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે શ્રીદેવી પહેલી પસંદ નહતી. દિવ્યા ભારતીને લઈને ફિલ્મનું 90 ટકા શુટિંગ પણ પૂરું થઈ ગયું હતું. પરંતુ અચાનક દિવ્યા ભારતીનું નિધન થઈ ગયું અને બધુ વેરવિખેર થઈ ગયું. લોકોએ ફિલ્મ બંધ કરી દેવાની સલાહ આપી પરંતુ એડિટિંગ ટેબલ પર બેઠેલા નિર્દેશક અને નિર્માતા જાણતા હતા કે ફિલ્મ સુપરહિટ જશે આથી તેમણે શ્રીદેવીનો સંપર્ક કર્યો અને ફિલ્મ કરવા માટે જણાવ્યું.
શ્રીદેવી અને દિવ્યામાં સમાનતા
શ્રીદેવી અને દિવ્યા ભારતમાં આમ જોઈએ તો ખુબ સમાનતા લાગતી હતી. બંને દેખાવ ઉપરાંત અભિનયમાં પણ એકબીજાને ટક્કર આપતા હતા. ફિલ્મના લેખક અનીસ બાઝમીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે દિવ્યાને ગુમાવવા અને ફિલ્મ અધૂરી રહેવાના કારણે નિર્માતા સહિત કાસ્ટ અને ક્રૂ સભ્યો ખુબ દુખી હતા. હું ડાયરેક્ટર રાજ કંવલ અને પ્રોડ્યુસર નીતિન મોહન સાથે બેઠો અને શ્રીદેવીની અભિનય ક્ષમતા મુજબ અનેક સીન ફરીથી લખ્યા હતા.
વિચિત્ર ઘટના ઘટી હતી
ફિલ્મ લાડલાના શુટિંગ દરમિાયન સેટ પર રૂવાડાં ઊભા કરી નાખતી એક ઘટના ઘટી હતી. દિવ્યા ભારતી જે સીનના ડાયલોગને બોલતી વખતે ખચકાઈ હતી તે જ ડાયલોગ બોલતી વતે શ્રીદેવીની પણ એવી જ હાલત થઈ હતી. આ ઘટનાથી રવીના ટંડનની સાથે સાથે સેટ પર હાજર અન્ય લોકો પણ અસહજ થઈ ગયા હતા. ત્યારે લાડલા ફિલ્મના ક્રુ મેમ્બર્સ શાંતિ માટે મંત્રનો જાપ કરવા લાગ્યા હતા અને નારિયેળ ફોડીને સેટ પર શુદ્ધિકરણ કર્યું હતું. રવીના ટંડને મુંબઈ મિરર સાથે વાતચીતમાં કહ્યું હતું કે પહેલા શોટ વખતે બધા ભાવુક થઈ ગયા હતા. કારણકે દિવ્યા ભારતીના અચાનક નિધન બાદ શ્રીદેવી તેની જગ્યાએ આવી હતી.
બધાના રૂવાડાં ઊભા થઈ ગયા હતા
રવીના ટંડન એ દ્રશ્યને યાદ કરતા કહે છે કે દિવ્યા, શક્તિ કપૂર અને મે ઔરંગાબાદમાં એક સીન શૂટ કર્યો હતો જેમાં તે અમને નોકરીમાંથી કાઢી મૂકે છે. આ દ્રશ્યના શુટિંગ વખતે દિવ્યા ડાઈલોગની એક લાઈન પર વારંવાર અટકતી હતી અને તેણે અનેકવાર રીટેક આપવા પડ્યા હતા. લગભગ છ મહિના બાદ અમે એ જ દ્રશ્ય શ્રીદેવી સાથે એ જ ઓફિસમાં શૂટ કરી રહ્યા હતા. તે ખુબ અજીબ હતું. કારણ કે શ્રીદેવી પણ તે લાઈનમાં વારંવાર અટકી રહી હતી. અમારા બધાના રૂવાડાં ઊભા થઈ ગયા હતા. રવીનાએ એવો પણ ખુલાસો કર્યો હતો કે શક્તિ કપૂરના કહેવા પર બધા ગાયંત્રી મંત્રનો જાપ કરવા લાગ્યા અને સેટ પર નારિયેળ ફોડીને તેને શુદ્ધ કરાયો હતો. અત્રે જણાવવાનું કે દિવ્યા ભારતીનું નિધન 5 એપ્રિલ 1993ના રોજ તેના એપાર્ટમેન્ટમાં થયું હતું. જ્યાં તે પાંચમા માળેથી પડી ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે