Gold Rate Today: ભારે કરી... કમૂરતા ઉતરે તે પહેલા જ ધડાધડ ચડવા લાગ્યું સોનું, 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ જાણો 

Gold Rate Today: હજુ તો કમૂરતા ઉતર્યા પણ નથી ત્યાં સોનું ધડાધડ ચડવા લાગ્યું છે. જો કે ચાંદીમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. જો તમારે સોનું કે ચાંદી ખરીદવાનું પ્લાનિંગ હોય તો લેટેસ્ટ રેટ ખાસ જાણો. 

Gold Rate Today: ભારે કરી... કમૂરતા ઉતરે તે પહેલા જ ધડાધડ ચડવા લાગ્યું સોનું, 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ જાણો 

ચીન સહિત અન્ય દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા પણ હવે સોનામાં ફરીથી ખરીદી થવા લાગી છે. તેનાથી એકવાર ફરીથી ગોલ્ડમાં ચમક જોવા મળી શકે છે. ગ્લોબલ માર્કેટમાં સોનું $2680 ની આસપાસ જોવા મળી રહ્યું છે. જ્યારે ચાંદીમાં હળવી તેજી છે અને તે $31ની આસપાસ છે. ઘરેલુ બજારમાં સોનું હળવી તેજી સાથે 78,000 ની આસપાસ છે જ્યારે ચાંદીમાં ઘરેલુ બજારમાં 150 રૂપિયાની તેજી છે અને ભાવ 91000 પાર જોવા મળી રહ્યો છે. 

Gold-Silver Price on MCX
ઘરેલુ વાયદા બજારમાં સવારે 10:15 ની આસપાસ સોનું 50 રૂપિયાની તેજી સાથે 77,797 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર જોવા મળ્યું જે કાલે 77,747 રૂપિયા પર બંધ થયું હતું. ચાંદી આ દરમિયાન 100 રૂપિયાની તેજી સાથે 91,038 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 90,938 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 215 રૂપિયા ઉછળીને 77,579 રૂપિયાની સપાટીએ પહોંચ્યું જે કાલે 77,364 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીની ચમક ઘટેલી જોવા મળી. આજે 75 રૂપિયા તૂટીને 89,428 રૂપિયાની સપાટીએ પહોંચી જે કાલે 89,503 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ક્લોઝ થઈ હતી. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) January 9, 2025

રિટેલ ભાવ પર ફેરવો નજર

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram :… pic.twitter.com/7ttHMjto6b

— IBJA (@IBJA1919) January 9, 2025

ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news