કોંગ્રેસના આ દિગ્ગજ નેતા કેમ પહેલી પત્નીને છોડી બીજી સાથે રહેતા? એક સમયે અભિનેતા તરીકે મેળવી હતી નામના

Happy Birthday Raj Babbar: નાદિરા સાથે લગ્ન કરી લીધા બાદ રાજ બબ્બરને અન્ય યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. કહેવામાં આવે છે કે ફિલ્મ ભીગી પલકેં દરમિયાન રાજ બબ્બર અને સ્મિતા પાટિલ વચ્ચે પ્રેમની શરૂઆત થઈ હતી.

કોંગ્રેસના આ દિગ્ગજ નેતા કેમ પહેલી પત્નીને છોડી બીજી સાથે રહેતા? એક સમયે અભિનેતા તરીકે મેળવી હતી નામના

નવી દિલ્લીઃ બોલિવુડના જાણિતા એક્ટર અને રાજકારણમાં એક જાણિતો ચહેરો એટલે રાજ બબ્બર. આજે તેમનો 69મો જન્મદિવસ છે. આજે ભલે તેઓ રાજકારણમાં પોતાની ચમક મજબૂત કરવા માટે પ્રયાસો કરી રહ્યા હોય પરંતુ એક સમય એવો પણ હતો કે તેઓ યુવતીના દિલોમાં રાજ કરતા હતા. તેમની ફિલ્મો બોક્સ ઓફિસમાં કમાલ કરતી હતી. રાજ બબ્બરનો આજે જન્મદિવસ છે ત્યારે તેમની સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો જાણીએ.

ટૉપ એક્ટર સાથે કરી કેરિયરની શરૂઆત:
ફિલ્મી દુનિયામાં આવ્યા તે પહેલા રાજ બબ્બરે સ્ટ્રીટ થિયેટરથી એક્ટિંગની ટ્રેનિંગ લીધી હતી, ત્યાર પછી રાજ બબ્બર દિલ્લીથી મુંબઈ શિફ્ટ થઈ ગયા. બબ્બરે પોતાના કેરિયરની શરૂઆત તે સમયની ટોપ એક્ટર રીના રોય સાથે કરી હતી.

નેગેટિવ રોલ કરવામાં ગભરાઈ ગયા હતા બબ્બર:
ફિલ્મ ઈંસાફ કા તરાજૂમાં રાજ બબ્બર નેગેટિવ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં રાજ બબ્બરે જીનત અમાન સાથે રેપ સીન કરવાનો હતો, આ જ સીન કરવા માટે રાજ બબ્બર ખુબ જ ગભરાઈ ગયા હતા. તેમને એ વાતનો ડર હતો કે તેઓ નવા છે અને જીનત અમાન આટલી મોટી હિરોઈન છે. જો કે આ સીન તેમણે ખુબ જ સારી રીતે કર્યો હતો અને લોકોએ તેમના આ કિરદારને ઘણો જ પસંદ કર્યો હતો.

સ્ટ્રગલ દરમિયાન કરી લીધા હતા લગ્ન:
રાજ બબ્બર ફિલ્મ સિવાય પોતાના અંગત સંબંધોને કારણે ઘણા ચર્ચામાં રહેતા હતા. જ્યારે રાજ બબ્બર સ્ટ્રગલ કરી રહ્યા હતાા ત્યારે તેમને નાદિરા બબ્બર સાથે પ્રેમ થઈ ગયો હતો અને બન્નેએ વર્ષ 1975માં લગ્ન કરી લીધા હતા.

બીજી પત્નીના મૃત્યુ પછી પહેલી પત્નીને ફરી અપનાવી:
નાદિરા સાથે લગ્ન કરી લીધા બાદ રાજ બબ્બરને અન્ય યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. કહેવામાં આવે છે કે ફિલ્મ ભીગી પલકેં દરમિયાન રાજ બબ્બર અને સ્મિતા પાટિલ વચ્ચે પ્રેમની શરૂઆત થઈ હતી. 80ના દશકમાં રાજ બબ્બર અને સ્મિતા પાટીલ બન્ને લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. આ સાથે જ રાજ બબ્બરે નાદિરાને છોડી સ્મિતા સાથે લગ્ન કરી લીધા હતા. રાજ બબ્બરના ત્રણ બાળકો છે. જૂહી, આર્ય અને પ્રતિક, જૂહી અને આર્ય નાદિરાના કૂખે જન્મેલા છે જ્યારે પ્રતિક સ્મિતાના કૂખે જન્મેલો છે. સ્મિતાના નિધન પછી રાજ ફરી પહેલી પત્ની નાદિરા સાથે પરત ફર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news