જુગારની જાહેરાતોના મામલામાં ભરાઈ જશે હસ્તીઓ, ક્રિકેટર્સ અને ફિલ્મી સિતારાઓને ખાવા પડશે કોર્ટના ધક્કા?

આજકાલ ઓનલાઈન જુગારનો રાફડો ફાટ્યો છે. એવામાં સમાજમાં જેની સૌથી વધારે ઈજ્જત છે એટલેકે, માન અને પ્રતિષ્ઠા છે  એવા લોકો જ આને પ્રોત્સાહન આપતા નજરે પડી રહ્યાં છે. જોકે, આ બધુ હવે તેમને પણ ભારે પડવાનું છે.

જુગારની જાહેરાતોના મામલામાં ભરાઈ જશે હસ્તીઓ, ક્રિકેટર્સ અને ફિલ્મી સિતારાઓને ખાવા પડશે કોર્ટના ધક્કા?

મુંબઈઃ ક્રિકેટરો તથા અભિનેતાઓની જાહેરાતોથી આકર્ષાઈ યુવા વર્ગ જુગારના રવાડે ચડી પાયમાલ થાય છે, આવી દલીલ સાથે એક સામાજિક કાર્યકર દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. સેલિબ્રીટીઓ દ્વારા ઓનલાઈન જુગારની જાહેરાતો પર પ્રતિબંધ મૂકો તેવી માંગ સાથે આ અરજી કરવામાં આવી છે. નવી મુંબઈના એક સામાજિક કાર્યકરે મહારાષ્ટ્ર હાઈકોર્ટમાં કરી જાહેરહિતની અરજી કરી છે. આ અરજીને પગલે મોટા મોટા ક્રિકેટર્સ અને બોલીવુડની હસ્તીઓ ટુંક સમયમાં જ કોર્ટના ચક્કર કાપતી થઈ જાય તો નવાઈ નહીં.

એક તરફ જુગાર ખરાબ છે એમ કહીને જુગારને આપણે ગુનો ગણીએ છીએ. બીજી તરફ સમાજના ઉચ્ચ હોદ્દા પર પહોંચેલાં લોકો જ તેનું પ્રોત્સાહન આપે છે. બોલીવુડની હસ્તીઓ હોય કે પછી ક્રિકેટ જગતના નામાંકિત ચહેરાઓ આ લોકો થોડા પૈસાની લાલચમાં કરોડો યુવાઓને જુગારની લત લગાડી રહ્યાં છે. આવી અરજી મુંબઈના એક સામાજિક કાર્યકરે મહારાષ્ટ્ર હાઈકોર્ટમાં કરી છે. જેને પગલે હવે જુગારની જાહેરાતોના મામલામાં ભરાઈ જશે હસ્તીઓ, ક્રિકેટર્સ અને ફિલ્મી સિતારાઓને ખાવા પડશે કોર્ટના ધક્કા.

કયા-કયા રાજ્યોમાં ગેમ્બલિંગ પર છે પ્રતિબંધ?
નાગરિકો જુગારની રમતમાં ફસાઈને આર્થિક નુકસાન કરે છે અને સામાજિકપ્રશ્નો નિર્માણ થતા હોવાથી આસામ, આંધ્ર પ્રદેશ, ઓડિસા, નાગાલેન્ડ, સિક્કીમ, મેઘાલય, તેલંગણા અને કર્ણાટક રાજ્યોમાં ઓનલાઈન રમીને ગેમ્બલિંગ પ્રવૃત્તિ ગણાવીને તેના પર બંધી લાવતો કાયદો લવાયો છે, એમ પણ અરજીમાં જણાવાયું છે.

ઓનલાઈન રમી કે જુગારને પ્રોત્સાહન આપતીઓનલાઈન રમતોનો રાફડો ફાટયો છે. અવી રમતોની જાહેરાતો અનેક પ્રસિદ્ધ અભિનેતાઓ કરતા હોવાથી યુવા વર્ગ આ જાળમાં ફસાઈ  રહ્યો છે. આવા ઓનલાઈન જુગારની પાછળ આર્થિક રીતે પાયમાલ થાય છે. આથી ઓનલાઈન રમી કે એવા ગેમની એપ્લિકેશનની જાહેરાત પર બંધી લગવાવવામાં આવે. તેમ જ મહારાષ્ટ્ર જુગાર પ્રતિબંધક કાયદાની જોગવાઈનું ઉલ્લંઘન કરતી આવી રમતો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્દેશ કેન્દ્ર અને રાજ્ય સરકારને આપવાની વિનંતી જનહિત અરજી મારફત હાઈ કોર્ટમાં કરવામાં આવી છે.

નવી મુંબઈના સામાજિક કાર્યકર્તા રાજેન્દ્ર પાટીલે એડવોકેટ વિનોદ સાંગવીકર મારફત કરેલી અરજી પર મુખ્ય ન્યાયમૂર્તિ દેવેન્દ્ર ઉપાધ્યાયની બેન્ચ ટૂંક સમયમાં સુનાવણી કરે એવી શક્યતા છે. રમી પત્તાનો પારંપારિક ખેલ હોવા છતાં તેને ડિજિટલ અવતારમાં લાવીને ઓનલાઈન ગેમ બનાવવામાં આવી છે. તેમાં પૈસાના ઈનામો તેમ જ એક જ સાથે અનેક લોકો રમતા હોવાથી વિવિધ પ્રકારના ઈનામોની લાલચ આપવામાં આવે છે. રમતમાં સહભાગી થવા માટે પ્રવેશ ફી અથવા રમત માટે પૈસા લગાવવા જેવી બાબતોને લીધે ઓનલાઈન રમતમાં વધુ પૈસા જીતવા વધુ પૈસા લગાવવાનું જોખમ રહે છે. આથી આ રકમ જુગારમાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news