બ્રેસ્ટ ફિડિંગના ફોટા ફરતા કરી આ હીરોઈનોએ મચાવેલી ધમાલ! સ્તનપાનની તસવીરો થઈ હતી વાયરલ

એવલિન શર્માએ બ્રેસ્ટ ફિડિંગની તસવીરો સોશિયલ મીડિયામાં મુકતા હાલ આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ત્યારે આ પહેલા આ ભારતીય હિરોઈનોએ પણ બ્રેસ્ટ ફીડિંગની તસવીરો શેર કરી હતી.

બ્રેસ્ટ ફિડિંગના ફોટા ફરતા કરી આ હીરોઈનોએ મચાવેલી ધમાલ! સ્તનપાનની તસવીરો થઈ હતી વાયરલ

નવી દિલ્લીઃ બ્રેસ્ટ-ફીડિંગની તસવીરો શેર કરનાર અભિનેત્રીઓઃ ભારતની આ મહિલા કલાકારોએ તેમના સ્તનપાનની તસવીરો લોકો સાથે શેર કરીને આ મુદ્દાને સામાન્ય બનાવવાની જવાબદારી લીધી અને તેમાં તેઓ ઘણી હદ સુધી સફળ પણ રહી.

No description available.
આ 6 ભારતીય અભિનેત્રીઓએ શેર કરી છે બ્રેસ્ટ ફીડિંગની તસવીરો-
ભારતીય અભિનેત્રીઓ પણ વિદેશી હસીનાઓની જેમ મહિલાઓની સમસ્યા પર ખુલીને વાત કરતી જોવા મળે છે. ભલે પછી સમાન પગારની વાત હોય કે પછી વધતી ઉંમર સાથે ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા જેવા ટૈબૂ, ભારતીય અભિનેત્રીઓ આ મુદ્દાઓ પર ખુલ્લેઆમ વાત કરે છે અને વસ્તુઓ આપણને બદલાતી દેખાય પણ છે. ભારતમાં આ સમસ્યાઓની જેમ બીજા પણ કેટલાક ટૈબૂ છે, જેના પર ઈન્ડિયન હિરોઈન ખુલીને ચર્ચા કરે છે. આ ટૈબૂ છે બ્રેસ્ટફિડિંગ. બ્રેસ્ટફિડિંગને લઈ આપણા સમાજમાં ખુલીને વાત નથી કરતી. ભારતીય અદાકારાઓએ બાળકોને બ્રેસ્ટફિડિંગ દરમિયાનની તસ્વીરો શેર કરીને વાતને સામાન્ય કરવાની કોશિશ કરી છે. ચાલો, તમને આવી 6 હસીનાઓની તસ્વીરો બતાવીએ, જેમણે બ્રેસ્ટફિડિંગની સુંદર તસ્વીરોથી વાતને સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો છે.

No description available.
એલવિન શર્મા (Evelyn Sharma)
અભિનેત્રી એલવિન શર્માએ તેની આ સુંદર તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં તે પોતાના બાળકને બ્રેસ્ટફિડિંગ કરાવતી જોવા મળે છે. એલવિનનાં આ ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

No description available.
એકતા કૌલ (Ekta Kaul)
‘રબ સે સોના ઈશ્ક’ ફેમ અભિનેત્રી એકતા કૌલે થોડા સમય પહેલા પોતાનો આ ફોટો ફેન્સ સાથે શેર કર્યો હતો. એકતા કૌલે આ તસવીર દ્વારા બ્રેસ્ટફિડિંગને સામાન્ય રીતે જોવાની મુહિમ ચલાવવાનું અભિયાન શરૂ કર્યું હતું.

No description available.
લિઝા હેડન (Lisa Haydon)
ભારતીય અભિનેત્રી લિઝા હેડન ઘણીવાર મહિલાઓની સમસ્યા પર પોતાનો અવાજ ઉઠાવી ચુકી છે. લિઝાએ પોતાના બાળકને બ્રેસ્ટફિડિંગ કરાવતી વખતે આ ફોટો શેર કર્યો હતો, જેની ખૂબ જ સરાહના કરવામાં આવી હતી.

No description available.
શિખા સિંહ (Sikha Singh)
મહાભારત જેવા શોનો ભાગ રહી ચૂકેલી અભિનેત્રી શિખા સિંહે થોડા સમય પહેલા પોતાની આ તસવીર ફેન્સ સાથે શેર કરી હતી. શિખા સિંહ હાલ પોતાના પારિવારિક જીવનમાં વ્યસ્ત છે.

No description available.
નેહા ધૂપિયા (Neha Dhupia)
બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા અવારનવાર મહિલાઓના મુદ્દાઓ પર અવાજ બોલે છે. નેહા ધૂપિયાએ પણ બ્રેસ્ટફિડિંગ જેવા મુદ્દાને સામાન્ય બનાવવાના અભિયાનમાં ભાગ લીધો છે.

પદ્મા લક્ષ્મી (Padma Lakshmi)
ભારતીય મૂળની અભિનેત્રી પદ્મલક્ષ્મીએ થોડા સમય પહેલા આ તસવીર શેર કરી હતી, જેમાં તે કામ દરમિયાન પોતાના બાળકને બ્રેસ્ટફિડિંગ કરાવતી જોવા મળી હતી. પદ્મલક્ષ્મીએ આ તસવીર દ્વારા કહેવાનો પ્રયાસ કર્યો હતો કે પરિણીત મહિલાઓએ કામ કરતી વખતે પોતાના બાળકોની સંભાળ રાખવામાં શરમ ન આવવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news