The Lady Killer: 45 કરોડના ખર્ચે ફિલ્મ બની, 1 લાખની કમાણી પણ ન થઈ, અર્જુન કપૂરની આ ફિલ્મ મફતમાં જોવા પણ કોઈ રાજી નથી

Bollywood Biggest Flop Film: હવે આ ફિલ્મ ટી-સિરીઝની youtube ચેનલ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ ફિલ્મને એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના જોઈ શકાય છે અને ડાઉનલોડ પણ કરી શકાય છે. તેમ છતાં આ ફિલ્મને દર્શકો મળી રહ્યા નથી.

The Lady Killer: 45 કરોડના ખર્ચે ફિલ્મ બની, 1 લાખની કમાણી પણ ન થઈ, અર્જુન કપૂરની આ ફિલ્મ મફતમાં જોવા પણ કોઈ રાજી નથી

Bollywood Biggest Flop Film: વર્ષ 2023 માં અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની એક ફિલ્મ આવી હતી. સામાન્ય રીતે ક્રાઈમ થ્રીલર ફિલ્મો લોકોને પસંદ આવતી હોય છે પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ. આ ફિલ્મ છે The lady killer. અર્જુન કપૂરની આ ફિલ્મ એટલી ખરાબ સાબિત થઈ કે તે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીની સૌથી ફ્લોપ ફિલ્મોમાંથી એક બની ગઈ.  

વર્ષ 2023 માં નવેમ્બર મહિનામાં અર્જુન કપૂર અને ભૂમિપેડનેકરની ધ લેડી કિલર ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી મેકર્સને ખૂબ જ આશા હતી પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખૂબ જ ખરાબ રીતે પિટાઈ ગઈ. આ ફિલ્મનું બજેટ 45 કરોડનું હતું. પરંતુ આ ફિલ્મ એક લાખની કમાણી પણ ન કરી શકી. સૌથી મહત્વની વાત એ છે કે આ ફિલ્મનું વધારે પ્રમોશન પણ કરવામાં આવ્યું નહીં અને તેને વધારે સ્ક્રીન પર રિલીઝ પણ કરવામાં આવી નહીં. ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોટી ડેઝાસ્ટર ફિલ્મ અર્જુન કપૂર અને ભૂમિપેડેકરની આ ફિલ્મ રહી. 

આ ફિલ્મનું નિર્દેશન અજય બહેલે કર્યું હતું. આ ફિલ્મ પહેલા અજય બહેલ બીએ પાસ, સેક્શન 375 અને બ્લર જેવી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. આ ફિલ્મમાં પહેલી વખત અર્જુન કપૂર અને ભૂમિપેડનેરની જોડી પણ મુવીમાં જોવા મળી હતી. જો કે લોકોને આ જોડી પણ પસંદ ન પડી. 

જોકે હવે આ ફિલ્મ ટી-સિરીઝની youtube ચેનલ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ ફિલ્મને એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના જોઈ શકાય છે અને ડાઉનલોડ પણ કરી શકાય છે. તેમ છતાં આ ફિલ્મને દર્શકો મળી રહ્યા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news