લેન્સ પહેરતા પહેલાં ચેતજો! આ ખુબસુરત અભિનેત્રીની આંખે આવી ગયા અંધારા, એક ભૂલ પડી ભારે
હાલમાં જેસ્મીન ભસીનની આંખો પર પટ્ટી બાંધેલી છે... જેના કારણે તે જોઈ પણ શકતી નથી...જો તમને પણ કોન્ટેક્ટ લેન્સ પહેરવાનો શોખ હોય તો જરા ચેતી જજો. નહીં તમારી ભૂલ તમારી આંખોને કાયમ માટે બંધ કરી શકે છે.
Trending Photos
- ટીવી અભિનેત્રીની 'દ્રષ્ટિ' ગાયબ!
- લેન્સ લગાવવા ટીવી અભિનેત્રીને પડ્યા ભારે
- જ્યારે જેસ્મિન ભસીનને દેખાતું થયું બંધ
- કોર્નિયા ડેમેજ થતાં આંખ પર પટ્ટી લગાવાઈ
- આંખોમાં લેન્સ લગાવનારા સાવધાન!
- નાની અમથી ભૂલ પડી શકે છે ભારે
ઝી બ્યૂરો, અમદાવાદઃ જો તમે કોન્ટેક્સ લેન્સ પહેરો છો તો તમારે આ અહેવાલ જોવો જરૂરી છે... કેમ કે જાણીતી ટીવી અભિનેત્રી જેસ્મીન ભસીન કોન્ટેક્ટ લેન્સના કારણે પરેશાન છે... અને સ્થિતિ એવી સર્જાઈ કે તેને દેખાવાનું પણ બંધ થઈ ગયું... હાલમાં તો તે ડોક્ટરોની દેખરેખ હેઠળ છે... પરંતુ શું કોન્ટેક્ટ લેન્સના કારણે આંખોને નુકસાન થઈ શકે?.. કઈ રીતે કોન્ટેક્સ લેન્સથી તમારી આંખોને બચાવશો?... જાણો વિગતવાર આ અહેવાલમાં...
જેસ્મીન ભસીન...
એક એવું નામ જેણે ટીવીની દુનિયામાં અનોખી છાપ છોડી...
જેસ્મીન ભસીન...
એક એવું નામ જેણે વીડિયો સોંગની દુનિયામાં પોતાનું નામ બનાવ્યું...
જોકે જેસ્મીન ભસીન અત્યારે એક મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે... તેને અચાનક એવું તે શું થયું કે તે રેમ્પ પર કોઈની મદદથી ચાલી રહી છે... અને તેના આંખ પર કાળા ચશ્માં જોવા મળી રહ્યા છે... તેને કોન્ટેક્ટ લેન્સ પહેરવા ભારે પડી ગયા અને તેના આંખનો કોર્નિયા ખરાબ થઈ ગયો...
જેસ્મીન ભસીને પોતાની આપવીતી જણાવતાં કહ્યું કે...
હું 17 જુલાઈએ એક કાર્યક્રમ માટે દિલ્લીમાં હતી. જેના માટે હું તૈયાર થઈ રહી હતી. મને નથી ખબર કે મારા લેન્સમાં શું ખામી હતી. પરંતુ તેને પહેર્યા પછી મારી આંખોમાં દુખાવો થવા લાગ્યો અને દુખાવો ધીમે-ધીમે વધવા લાગ્યો. હું તરત ડોક્ટર પાસે જવા માગતી હતી. પરંતુ એક વર્ક કમિટમેન્ટ હતું. આથી હું પ્રોગ્રામમાં ભાગ લેવા અને પછી ડોક્ટરની પાસે જવાનો નિર્ણય કર્યો. જ્યાં ડોક્ટરે તેની આંખો પર પટ્ટી બાંધી દીધી.
ત્યારે એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખોના કોર્નિયા ખરાબ થાય છે?.. તેનો જવાબ શોધવા માટ અમારા સંવાદદાતાએ આંખના નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કર્યો...
આઈ સ્પેશિયાલિસ્ટપાર્થ રાણા જણાવે છેકે, હાલમાં જેસ્મીન ભસીનની આંખો પર પટ્ટી બાંધેલી છે... જેના કારણે તે જોઈ પણ શકતી નથી... હજુ તેને સાજા થતાં 4થી 5 દિવસનો સમય લાગશે... ત્યારે કોન્ટેક્ટ લેન્સ પહેરતાં શું ધ્યાન રાખવું જોઈએ તે પણ જાણવું જરૂરી છે...આશા રાખીએ કે ટીવી અભિનેત્રી ઝડપથી સાજી થઈને પરદા પર પાછી ફરે... પરંતુ જો તમે પણ કોન્ટેક્ટ લેન્સ પહેરતાં હોય તો સાવધાની રાખજો.... નહીં તો તમારે પણ જેસ્મીન ભસીનની જેમ મુશ્કેલીનો સામનો કરવો પડશે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે